ખતમ થઈ ગયું ચેતેશ્વર પૂજારા-અજિંક્ય રહાણેનું કરિયર? BCCIએ આપ્યા ભવિષ્યના સંકેત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Team India Squad: સાઉથ આફ્રિકાની સામે ત્રણ ફોર્મેટ ટેસ્ટ, ODI અને T20 સિરીઝ માટે 30 નવેમ્બર (ગુરુવારે) ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણેય ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન જોવા મળશે. કેએલ રાહુલ ત્રણ મેચની વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળશે. જ્યારે રોહિત શર્માને ટેસ્ટમાં અને સૂર્યકુમાર યાદવને ટી-20 સિરીઝમાં કેપ્ટનશિપની જવાબદારી મળી છે.

સિનિયર ખેલાડીઓને મળ્યું સ્થાન

ખાસ વાત એ છે કે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી વ્હાઈટ બોલ સિરીઝ માટે ટીમનો ભાગ નથી. બંને ખેલાડીઓએ BCCIને આરામ આપવા માટે વિનંતી કરી હતી, જેને બોર્ડે સ્વીકારી લીધી છે. જોકે, બંને ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ માટે ટીમ સાથે ચોક્કસપણે જોડાશે. જો જોવામાં આવે તો મોટાભાગના સિનિયર ખેલાડીઓને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સ્થાન મળ્યું છે, પરંતુ અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાના પત્તાં ફરી એકવાર કપાઈ ગયા છે.

ADVERTISEMENT

ગત સિરીઝમાં વાઈસ કેપ્ટન હતા રહાણે

જ્યારે ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચોની ટેસ્ટ સિરીઝમાં ભાગ લીધો હતો, ત્યારે અજિંક્ય રહાણે ટીમના વાઈસ કેપ્ટન હતા. રહાણે વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝમાં માત્ર 11 રન જ બનાવી શક્યા હતા. આવી સ્થિતિમાં એવું લાગે છે કે તે સિરીઝ બાદથી પસંદગીકારોનો રહાણે પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અજિંક્ય રહાણે આ પહેલા પણ ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ થઈ ચૂક્યા છે. લગભગ દોઢ વર્ષ સુધી બહાર રહ્યા બાદ તેમણે આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી.

ટીમ માટે રમી છે કુલ 85 ટેસ્ટ મેચ

રહાણેની વાપસીનું કારણ ઘરેલું ક્રિકેટ અને IPL 2023માં તેનું શાનદાર પ્રદર્શન હતું. જોકે, પરત ફર્યા બાદ એવરેજ પ્રદર્શનને કારણે તેમને ફરીથી રજા આપી દેવામાં આવી હતી. અજિંક્ય રહાણે હવે 35 વર્ષના થઈ ચૂક્યા છે, આવી સ્થિતિમાં તેમને વધુ તકો મળવી ઘણી મુશ્કેલ છે. જોકે, જ્યારે રહાણેની ટીમમાં વાપસી થઈ હતી, ત્યારે કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યરને ઈજા થઈ હતી. આ બંને ખેલાડીઓ હવે પરત ફર્યા છે. અજિંક્ય રહાણેએ ટીમ ઈન્ડિયા માટે કુલ 85 ટેસ્ટ મેચ રમી છે. આમાં તેમણે 5077 રન બનાવ્યા છે અને તેમની એવરેજ 38.46 છે. અજિંક્ય રહાણેના નામે ટેસ્ટમાં 12 સદી અને 26 અડધી સદી છે.

ADVERTISEMENT

ચેતેશ્વર પૂજારાની નથી કરાઈ પસંદગી

ચેતેશ્વર પૂજારાએ તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ આ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી હતી, જ્યાં તેમના બેટથી માત્ર 41 રન જ નિકળ્યા હતા. આ પછી પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યા નથી. ચેતેશ્વર પૂજારા જાન્યુઆરીમાં 36 વર્ષના થવા જઈ રહ્યા છે, તેઓ ત્રીજા નંબર પર બેટિંગ કરે છે, જ્યાં હવે શુભમન ગિલ અથવા ઋતુરાજ ગાયકવાડમાંથી કોઈ એકને તક મળી શકે છે. જો જોવામાં આવે તો છેલ્લા 28 ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાની એવરેજ માત્ર 29.69 રહી છે. આ દરમિયાન તેમણે 1 સદી અને 11 અડધી સદી ફટકારી હતી. જો આપણે ડિસેમ્બર 2022માં રમાયેલી ચટગાંવ ટેસ્ટમાં તેમના 90 અને 102*ના સ્કોરને હટાવી દઈએ તો આ સરેરાશ ઘટીને 26.31 થઈ જાય છે.

ADVERTISEMENT

ઈગ્લેન્ડ સામેની મેચમાં બનાવ્યા હતા 206 રન

જોકે, ચેતેશ્વર પૂજારાની ઓવરઓલ ટેસ્ટ કારકિર્દી ઘણી શાનદાર રહી છે. પરંતુ કેટલાક વર્ષોથી તેઓ પેસ બોલર સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા. ખાસ કરીને પેટ કમિન્સ, જેમ્સ એન્ડરસન જેવા ફાસ્ટ બોલરોએ તેમને ખૂબ પરેશાન કર્યા. પૂજારાએ અત્યાર સુધી 103 ટેસ્ટ મેચમાં 43.60ની એવરેજથી 7195 રન બનાવ્યા છે. આ દરમિયાન તેઓ 19 સદી અને 35 અડધી સદી ફટકારી છે. પૂજારાનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વોચ્ચ સ્કોર અણનમ 206 રન છે, જે તેમણે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

સૂર્યા કુમારની પણ નથી કરાઈ પસંદગી

બીજી તરફ મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી. સૂર્યા કુમાર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં ઘણા રન બનાવે છે, પરંતુ ODI ક્રિકેટમાં તેમનું બેટ શાંત રહે છે. અત્યાર સુધી તેમણે 37 ODI મેચોની 35 ઈનિંગ્સમાં 25.76ની સાધારણ એવરેજથી 773 રન બનાવ્યા છે. સૂર્યા કુમારે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઈનલમાં 28 બોલમાં 18 રન બનાવ્યા હતા. હવે સૂર્યાને ખરાબ પ્રદર્શનનું પરિણામ ભોગવવું પડ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT