BREAKING: Asia Cup માટે ભારતીય ટીમની જાહેરાત, અય્યર-રાહુલનું કમબેક, તિલક વર્માને મળી તક

ADVERTISEMENT

gujarattak
social share
google news

ASIA Cup 2023: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. 17 સભ્યોની ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર ટીમમાં પરત ફર્યા છે. યુવા બેટ્સમેન તિલક વર્માને પણ ટીમમાં તક મળી છે. જ્યારે સંજૂ સેમસનને સ્ક્વોડમાં જગ્યા મળી નથી.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન (વિકેટકીપર), અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા.

ADVERTISEMENT

બેકઅપ: સંજુ સેમસન (બેકઅપ)

ADVERTISEMENT

એશિયા કપમાં ફાઈનલ સહિત કુલ 13 મેચ છે. તેમાંથી 4 મેચ પાકિસ્તાનમાં યોજાશે. જ્યારે ફાઈનલ સહિત બાકીની 9 મેચો શ્રીલંકામાં રમાશે. જો ભારતીય ટીમ ફાઈનલ સુધી પહોંચશે તો તે ટુર્નામેન્ટમાં કુલ 6 મેચ રમશે. આ વખતે એશિયા કપ ODI ફોર્મેટમાં થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં વર્લ્ડ કપની દૃષ્ટિએ આટલી બધી મેચ રમવી ટીમ માટે સારું રહેશે.

ADVERTISEMENT

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
એશિયા કપમાં ભારતીય ટીમનો હંમેશા દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સીઝન આવી છે, જેમાં ભારતીય ટીમે સૌથી વધુ 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018) ટાઈટલ જીત્યું છે. જ્યારે બીજા નંબર પર શ્રીલંકા છે જે 6 વખત (1986, 1997, 2004, 2008, 2014, 2022) ચેમ્પિયન રહી છે. પાકિસ્તાન માત્ર બે વાર (2000, 2012) ટાઇટલ જીતી શક્યું.

એશિયા કપ શેડ્યૂલ:
30 ઓગસ્ટ: પાકિસ્તાન વિ. નેપાળ – મુલતાન
31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિ. શ્રીલંકા – કેન્ડી
2 સપ્ટેમ્બર: ભારત વિ. પાકિસ્તાન – કેન્ડી
3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન – લાહોર
4 સપ્ટેમ્બર: ભારત વિ. નેપાળ – કેન્ડી
5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન – લાહોર

6 સપ્ટેમ્બર: A1 Vs B2 – લાહોર
9 સપ્ટેમ્બર: B1 vs B2 – કોલંબો (શ્રીલંકા vs બાંગ્લાદેશ હોઈ શકે છે)
10 સપ્ટેમ્બર: A1 vs A2 – કોલંબો (ભારત vs પાકિસ્તાન હોઈ શકે છે)
12 સપ્ટેમ્બર: A2 vs B1 – કોલંબો
14 સપ્ટેમ્બર: A1 vs B1 – કોલંબો
15 સપ્ટેમ્બર: A2 vs B2 – કોલંબો
સપ્ટેમ્બર 17: ફાઈનલ – કોલંબો

    follow whatsapp

    ADVERTISEMENT