VIDEO : USમાં કોહલીની ચારેય બાજુ પોલીસ જ પોલીસ, આતંકી હુમલાની ધમકી વચ્ચે કિલ્લેબંધી જેવી સુરક્ષા
ICC T20 વર્લ્ડ કપની મેચ રમવા માટે વિરાટ કોહલી હાલ અમેરિકામાં છે. એક તરફ આતંકવાદી સંગઠનોથી ટૂર્નામેન્ટની સુરક્ષાને ખતરો હોવાના રિપોર્ટ બાદ ભારતીય ટીમની સુરક્ષા વધારી દેવાઈ છે. ખાસ કરીને વિરાટ કોહલીની સિક્યોરિટી ખુબ જ ટાઈટ કરી દેવાઈ છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે.
ADVERTISEMENT
Virat Kohli Security : ICC T20 વર્લ્ડ કપની મેચ રમવા માટે વિરાટ કોહલી હાલ અમેરિકામાં છે. એક તરફ આતંકવાદી સંગઠનોથી ટૂર્નામેન્ટની સુરક્ષાને ખતરો હોવાના રિપોર્ટ બાદ ભારતીય ટીમની સુરક્ષા વધારી દેવાઈ છે. ખાસ કરીને વિરાટ કોહલીની સિક્યોરિટી ખુબ જ ટાઈટ કરી દેવાઈ છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કોહલી કેટલાક લેવલની સુરક્ષામાં મેદાનમાં જતા નજરે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, આઈપીએળની એલિમિનેટર મેચ પહેલા વિરાટ કોહલીને અમદાવાદમાં ધમકી મળી હતી જેના કારણે આરસીબીએ તેની એકમાત્ર પ્રેક્ટિસ મેચ રદ કરી હતી. આ સિવાય મેચ પહેલા કોઈ પ્રેસ કોન્ફરન્સ થઈ ન હતી. એક રિપોર્ટમાં આ વાત સામે આવી હતી.
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રેક્ટિસ મેચમાં રમતા નજરે પડ્યો ન હતો. જેનું કારણ છે વિરાટ કોહલીનું અમેરિકા મોડું પહોંચવું. વિરાટ કોહલી સૌથી છેલ્લે ટીમની સાથે જોડાયા અને એજ કારણે તેઓ બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં સામેલ ન થઈ શક્યા.
કોહલી માટે જડબેસલાક સુરક્ષા
ભારતનો આયરલેન્ડ વિરૂદ્ધ 5 જૂને T20 વર્લ્ડ કપમાં પોતાનો પહેલો મુકાબલો રમવાનો છે. વિરાટ કોહલી આ મુકાબલામાં ભારતીય ટીમ તરફથી રમતા નજરે પડશે. આ મેચ પહેલા જ વિરાટ કોહલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં વિરાટ કોહલી સિક્યોરિટી ગાર્ડ વચ્ચે નજરે આવી રહ્યા છે. તો તેમની સાથે રિંકુ સિંહ પણ વીડિયોમાં નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT
કોહલીને નિહાળવો પણ મુશ્કેલ
આ વીડિયોને જોવા પર ખબર પડે છે કે, અમેરિકાએ ભારતીય ટીમની સિક્યોરિટીમાં કોઈ પણ રીતે કચાશ નથી રાખી. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટનું સૌથી મોટું નામ છે. વિરાટ કોહલી માટે અમેરિકાએ ખુબ ટાઈટ સિક્યોરિટીની વ્યવસ્થા કરી છે. આ વીડિયોમાં વિરાટ કોહલીની આસપાસ, ઘોડેસવાર પોલીસ, હથિયારધારી ગાર્ડ અને અધિકારી દેખાઈ રહ્યા છે. તેવામાં વિરાટ કોહલીને મળવું તો દૂર તેમને જોવો પણ મુશ્કેલ બની રહ્યું છે.
જબરદસ્ત ફોર્મમાં છે કોહલી
વીડિયોમાં જોઈ શકાય છે કે વિરાટ કોહલીની સાથે હાજર ગાર્ડ તેમને ચોતરફથી ઘેરેલા છે. આ તમામ ગાર્ડ વિરાટ કોહલીની નજીક કોઈને નથી આવવા દઈ રહ્યા. જણાવી દઈએ કે, T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી મહત્વના ખેલાડી સાબિત થઈ શકે છે. આઈપીએલ 2024માં વિરાટ કોહલીના બેટથી સૌથી વધુ 741 રન નિકળ્યા હતા. વિરાટ કોહલી પોતાના આ ફોર્મને T20 વર્લ્ડ કપમાં પણ જાળવવા માંગશે.
ADVERTISEMENT
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
T20 વર્લ્ડ કપ 2024 પહેલા વિરાટ કોહલી ચર્ચામાં છે. ICCએ તેમને 'ICC વનડે પ્લેયર ઑફ ધ યર 2023' પસંદ કર્યો છે. એવોર્ડ તરીકે કોહલીને એક ખાસ કેપ પણ આપવામાં આવી છે. વિરાટ કોહલીએ ત્રીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો અને હવે તેઓ આખી દુનિયામાં એવું કરનારા એકમાત્ર ક્રિકેટર બની ગયા છે. તેમણે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને એબી ડિવિલિયર્સને પાછળ છોડ્યા છે, જેમણે 2-2 વખત આના પર કબજો કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT