T20 World Cup 2024ની ત્રીજી મેચમાં જ થઈ સુપર ઓવર, ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 12 વર્ષ બાદ થયું આવું

ADVERTISEMENT

T20 World Cup
T20 World Cup
social share
google news

T20 World Cup Namibia vs Oman Super Over: ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLને વિશ્વની સૌથી લોકપ્રિય ટી20 લીગ કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષની ટૂર્નામેન્ટની 74 મેચોમાં એક પણ વખત મેચ સુપર ઓવર સુધી પહોંચી શકી નથી, પરંતુ ટી20 વર્લ્ડ કપની માત્ર ત્રીજી મેચમાં સુપર ઓવર જોવા મળી હતી. આ મેચ બાર્બાડોસમાં નામીબિયા અને ઓમાન વચ્ચે રમાઈ હતી, જે લો સ્કોરિંગ હતી. આ મેચ ટાઈ રહી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓમાને 109 રન બનાવ્યા હતા અને નામિબિયાની ટીમ પણ માત્ર 109 રન જ બનાવી શકી હતી. આ રીતે, મેચનું પરિણામ નક્કી કરવા માટે સુપર ઓવર ફેંકવામાં આવી હતી, જેમાં નામિબિયાનો વિજય થયો હતો.

12 વર્ષ બાદ વર્લ્ડકપમાં સુપર ઓવર

તમને જાણીને નવાઈ લાગશે કે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં 12 વર્ષ પછી સુપર ઓવર થઈ છે. છેલ્લી વખત મેચનું પરિણામ 2012માં સુપર ઓવરમાં આવ્યું હતું. 2012 T20 વર્લ્ડ કપમાં બે વખત મેચ સુપર ઓવરમાં પરિણમી હતી. બંને મેચ સુપર 8 સામેની હતી. નવાઈની વાત એ છે કે બંને મેચમાં એક ટીમ ન્યુઝીલેન્ડ હતી. ન્યૂઝીલેન્ડને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. માત્ર ચાર વખત જ મેચ ટાઈ થઈ છે. 2007માં T20 વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ ટાઈ રહી હતી. તે મેચમાં, મેચનું પરિણામ બોલ આઉટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું.

સુપર ઓવરમાં થઈ ભારે રસાકસી

નામીબિયા vs ઓમાન T20 વર્લ્ડ કપ 2024 ની સુપર ઓવર વિશે વાત કરીએ તો, નામીબિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી. કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસ અને ડેવિડ વિઝ બેટિંગ કરવા ઉતર્યા. બિલાલ ખાને બોલિંગની જવાબદારી લીધી હતી, પરંતુ ડેવિડ વિઝએ પહેલા બોલ પર ફોર, બીજા બોલ પર સિક્સર, ત્રીજા બોલ પર બે રન અને ચોથા બોલ પર એક રન લીધો હતો. આ પછી કેપ્ટન ઈરાસ્મસે છેલ્લા બે બોલ પર બે ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે ઓવરમાં કુલ 21 રન થયા હતા.

ADVERTISEMENT

જ્યારે ઓમાન તરફથી ઝીશાન મકસૂદ અને નસીમ ખુશી બેટિંગ કરવા આવ્યા હતા. ડેવિડ વિઝએ બોલિંગની જવાબદારી સંભાળી હતી. પ્રથમ બોલ પર કોઈ રન થયો ન હતો. આગલા બોલ પર બે રન અને નશીમ ત્રીજા બોલ પર બોલ્ડ થઈ ગયો હતો. ઓમાનનો કેપ્ટન આકિબ ઇલ્યાસ પાંચમા બોલ પર બેટિંગ કરવા આવ્યો હતો. તેણે આ બોલ પર એક રન લીધો અને છેલ્લા બોલ પર સિક્સર વાગી, પરંતુ નામિબિયાએ મેચ જીતી લીધી. ડેવિડ વિઝના કારણે જ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી, કારણ કે તેણે છેલ્લા બોલ પર એક પણ રન બનવા દીધો ન હતો. આ રીતે તે આ મેચમાં જીતનો હીરો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT