T20 World Cup: ભારતીય ટીમનો સેમીફાઈનલ માટે તખ્તો તૈયાર, રોહિત બ્રિગેડ સામે જાણો કેટલા પડકાર

ADVERTISEMENT

T20 world cup 2024
T20 world cup 2024
social share
google news

T20 world cup 2024 super 8 schedule: ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 ની સેમી ફાઇનલમાં પહોંચવા માટે તૈયાર છે. તે ગ્રુપ A નો ભાગ હતી અને ત્યાં ટોપ પર રહી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ચાર મેચ રમી અને ત્રણમાં જીત મેળવી. એક મેચ અનિર્ણિત રહી હતી. હવે 20 જૂનથી ભારતીય ટીમ સુપર-8 ની સફર શરૂ કરશે. સુપર-8 માં ભારત કઇ ટીમો સાથે છે તે જોતા તેની સેમીફાઇનલની ટિકિટ નિશ્ચિત જણાય છે. જોકે, ભારતીય ટીમ માટે એક સમસ્યા એ હોઈ શકે છે કે તે હજુ સુધી આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝમાં રમી નથી, તેથી તેણે કોઈ પણ સમય બગાડ્યા વિના પોતાની જાતને પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવી પડશે. સાથે જ બેટિંગ પર પણ કામ કરવું પડશે કારણ કે અત્યાર સુધી આ વિભાગમાં રમત એટલી ખાસ દેખાય નથી.

ભારત માટે સેમિફાઇનલમાં એન્ટ્રી મુશ્કેલ

ભારતનો  સુપર-8માં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ સામે ટક્કર થશે. તેની પ્રથમ મેચ અફઘાન ટીમ સામે 20 જૂને બ્રિજટાઉન, બાર્બાડોસમાં રમાશે. સ્પિન અહીં ઘણી મદદ કરે છે. આ સંદર્ભમાં મેચ ટક્કરનો થશે. જોકે ભારત ક્યારેય અફઘાનિસ્તાન સામે હાર્યું નથી. આ ગ્રાઉન્ડ પર ટીમ ઈન્ડિયા અહીં બે મેચ રમી છે અને બંને ટી20 વર્લ્ડ કપ 2010 માં રમાઈ હતી જેમાં બંને મેચ હારી હતી.

T20 WC 2024: સુપર 8 ના હાઈવૉલ્ટેજ મુકાબલામાં ભારતના મેચ ક્યારે? આ ત્રણ ટીમની સામે થશે ટક્કર

એન્ટિગુઆમાં ભારતની બીજી સુપર-8 મેચ

સુપર-8માં ટીમ ઈન્ડિયાની બીજી મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. અહી તે બાંગ્લાદેશ ટીમ સાથે ટકરાશે. લેગ સ્પિન અહીં ખૂબ જ નિર્ણાયક રહે છે. ટીમ ઈન્ડિયા પાસે કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલના રૂપમાં બે લેગ સ્પિનર ​​છે. આ ઉપરાંત ટી20 વર્લ્ડ કપમાં ભારત બાંગ્લાદેશ સામે હાર્યું નથી.

ADVERTISEMENT

સુપર-8માં ભારતનો નિર્ણયક મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે 

સુપર-8માં ભારતીય ટીમ સામે છેલ્લો પડકાર ઓસ્ટ્રેલિયાનો હશે. આ બંને ટીમો સેન્ટ લુસિયાના ગ્રોસ આઈલેટ સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ ખૂબ જ કપરી બની શકે છે. તાજેતરના સમયમાં ઓસ્ટ્રેલિયાએ અંડર-19 વર્લ્ડ કપ સહિત આઈસીસી ઈવેન્ટ્સમાં ત્રણ વખત ભારતનું દિલ તોડ્યું છે. ભારતે 2010માં આ મેદાન પર મેચ જીતી હતી. આવી સ્થિતિમાં તેને અહીં બેટિંગ પર ઘણી મહેનત કરવી પડશે. જો બોલરો બાકીની રમતમાં પોતાનું ફોર્મ જાળવી રાખશે તો ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ નક્કી થઈ જશે.
   

    follow whatsapp

    ADVERTISEMENT