T20 World Cup માં ભારતને મળી 'પેનલ્ટી ગિફ્ટ', USAની આ ભૂલથી આખી મેચ પલટી ગઈ, જાણો નિયમ
India vs USA T20 World Cup 2024 5 Penalty runs, Stop Clock Rule: ભારતીય ક્રિકેટ ટીમે 12 જૂને T20 વર્લ્ડ કપમાં અમેરિકન ટીમને હરાવીને સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ આ મેચમાં અમેરિકાની નવી ટીમે ભારતને જીતવા માટે ઘણો સંઘર્ષ કરાવ્યો હતો.
ADVERTISEMENT
India vs USA T20 World Cup 2024 5 Penalty runs, Stop Clock Rule: ભારતીય ક્રિકેટ ટીમે 12 જૂને T20 વર્લ્ડ કપમાં અમેરિકન ટીમને હરાવીને સુપર 8 રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. પરંતુ આ મેચમાં અમેરિકાની નવી ટીમે ભારતને જીતવા માટે ઘણો સંઘર્ષ કરાવ્યો હતો. જોકે, એક તબક્કે અમેરિકન ટીમે મેચને રોમાંચક બનાવી દીધી હતી. આ મેચમાં, જ્યારે ભારતીય ટીમ ટાર્ગેટનો પીછો કરી રહી હતી, ત્યારે કંઈક એવું બન્યું જે અમેરિકા માટે બેકફાયર થયું.
T20 વર્લ્ડ કપ 2024 માં, યુએસ ટીમની ભૂલને કારણે, ભારતને પાંચ પેનલ્ટી રન આપવામાં આવ્યા હતા, જેણે મેચની હવા સંપૂર્ણપણે બદલી નાખી હતી. એક રીતે આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
USAને કેમ લાગી 5 રનની પેનલ્ટી?
આખરે આવું કેમ થયું તમને સમજાવીએ. અમેરિકાના 5 રન પેનલ્ટી તરીકે કાપવામાં આવ્યા હતા, જે ભારતના ખાતામાં ગયા હતા. હકીકતમાં, અમેરિકાએ તેની બોલિંગ દરમિયાન ત્રણ વખત નવી ઓવર શરૂ કરવામાં 60 સેકન્ડથી વધુ સમય લીધો હતો.
ADVERTISEMENT
ભારતીય ઇનિંગ્સની 15મી ઓવર બાદ બંને ઓન-ફિલ્ડ અમ્પાયરો વચ્ચે લાંબી ચર્ચા થઈ હતી. અમેરિકન ટીમે ત્રણ વખત ઓવરોની વચ્ચે 60-સેકન્ડની મર્યાદા ઓળંગી હોવાથી, પાંચ રનની પેનલ્ટી કરવામાં આવી. ટીમ ઈન્ડિયાને 5 પેનલ્ટી રન મળ્યા, ત્યારબાદ ભારતીય ટીમ અમેરિકા પર હાવી થઈ અને જીત નોંધાવી.
સ્ટોપ ક્લોક નિયમ શું છે?
Stop Clock Rule: T20 વર્લ્ડ કપ 2024 માટે 'સ્ટોપ ક્લોક' નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત બે ઓવરની વચ્ચે 60 સેકન્ડની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ નિયમ લાવવાનો હેતુ એ હતો કે બે ઓવર વચ્ચે વધુ સમય વેડફાય નહીં અને મેચમાં બધું જ નિર્ધારિત સમય મર્યાદામાં થાય. અગાઉ આ નિયમ પુરુષોની ODI અને T20 ક્રિકેટમાં ડિસેમ્બર 2023 થી એપ્રિલ 2024 સુધી ટ્રાયલ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને 1 જૂનથી કાયમી કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
'સ્ટોપ ક્લોક' નિયમ હેઠળ, બોલિંગ ટીમે પાછલી ઓવર પૂરી થયા પછી 60 સેકન્ડની અંદર આગલી ઓવર નાખવા માટે તૈયાર રહેવું પડે છે. મેચમાં ત્રીજી વખત કોઈ ટીમ આવું કરે કે તરત જ વિરોધી ટીમના ખાતામાં 5 રન જતા રહે છે. ભારત અને અમેરિકા વચ્ચેની મેચમાં પણ આવું જ થયું હતું.
ADVERTISEMENT
તો, સ્લોઓવર રેટનો નિયમ પહેલેથી જ અમલમાં છે. જે અંતર્ગત ODIમાં સાડા ત્રણ કલાકમાં 50 ઓવરમાં અને T20માં 1 કલાક 25 મિનિટમાં બોલિંગ ક્વોટા પૂરો કરવાનો હોય છે. જો કોઈ ટીમ આનું ઉલ્લંઘન કરે છે તો દંડ ફટકારવામાં આવે છે.
ભારત અને અમેરિકા વચ્ચે T20 વર્લ્ડ કપની મેચમાં શું થયું?
આ મેચમાં ભારતની જીતનો હીરો અર્શદીપ સિંહ (4 ઓવરમાં 9 રન આપીને 4 વિકેટ) રહ્યો હતો. જે પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ બોલિંગ પરફોર્મન્સના કારણે 'પ્લેયર ઓફ ધ મેચ' પણ રહ્યો હતો. બાદમાં, રન ચેઝ દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેએ 65 બોલમાં 67 રનની ભાગીદારી કરી, જેના આધારે ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવીને સુપર 8માં જગ્યા બનાવી. અમેરિકા ત્રણ મેચમાં 4 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
ADVERTISEMENT