T20 World Cup 2024: શું વરસાદ ભારતને ફાઇનલમાં નહીં પહોંચવા દે? જાણો સેમિફાઈનલનું ગણિત
T20 World Cup 2024 Super 8: T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પણ જોરદાર શરૂઆત કરી છે. સુપર-8 ભારતે પ્રથમ સ્થાન પર રહેવું જરૂરી...
ADVERTISEMENT
T20 World Cup 2024 Super 8: T20 વર્લ્ડ કપ 2024માં ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ સુપર-8માં પણ જોરદાર શરૂઆત કરી છે. સુપર-8ની પોતાની પ્રથમ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 47 રને હરાવ્યું હતું. હવે ટીમે આગામી મેચ બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. બાંગ્લાદેશ સામે ભારતની મેચ આવતી કાલે એટલે કે 22 જૂને રમાશે. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને મેચ રમાશે. ભારતે ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં જીતવા માટે સુપર-8 ના ગ્રુપમાં ટોપ પર રહેવું ફરજિયાત છે. જો આવું નહીં થાય તો સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. ત્યારે જાણો સેમિફાઈનલમાં કઈ સમસ્યા છે જે ભારતને નડી શકે છે.
જાણો સેમિફાઇનલનું ગણિત
આજે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે સુપર-8 ની મેચ યોજાઈ હતી. વરસાદના કારણે આ મેચ સંપૂર્ણ રીતે રમાઈ શકી ન હતી. આ પછી ઓસ્ટ્રેલિયને ડકવર્થ લુઈસ નિયમના આધારે જીત મળી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના એન્ટિગુઆ મેદાન પર રમાઈ હતી. આ મેદાન પર આજે રાત્રે 8 વાગ્યે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. આજના મેચમાં પણ વરસાદની સંભાવના છે.
નવું શેડ્યૂલ ભારતીય ટીમનું ગણિત બગાડશે....હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટે શું રહેશે રણનીતિ
જો આ મેચમાં વરસાદ પડશે તો ભારતીય ટીમને મોટો ઝટકો લાગશે અને ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને કોઈપણ ભોગે હરાવવું પડશે. જો ભારતીય ટીમ તેની તમામ મેચ જીતે છે તો તે ગ્રુપમાં ટોપ પર રહેશે અને આવી સેમિફાઈનલમાં વરસાદની સ્થિતિમાં ટીમને ખૂબ જ ફાયદો થઈ શકે છે. કારણ કે ICC એ પ્રથમ સેમિફાઈનલમાં રિઝર્વ ડે રાખ્યો છે, જ્યારે બીજી સેમિફાઈનલમાં કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં જો ગુયાનામાં વરસાદ થાય છે અને મેચ ધોવાઈ જાય છે તો તેનો નિર્ણય સુપર 8માં ટીમની સ્થિતિ પરથી લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT