USAમાં વર્લ્ડકપ રમતી ટીમ ઈન્ડિયામાં શું થયું? શુભમન ગિલે અચાનક રોહિત શર્માને કર્યો અનફોલો!
Shubhman Gill and Rohit Sharma: શુભમન ગિલ ક્રિકેટની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય ચહેરો છે, પરંતુ જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં તેની પસંદગી કરવામાં આવી ન હતી, ત્યારે તે એક મોટો વિષય બની ગયો હતો. વાસ્તવમાં તે ટીમ ઈન્ડિયા સાથે અમેરિકા ગયો હતો. પરંતુ તે સ્ટેડિયમમાં રોહિત શર્મા અને અન્ય ખેલાડીઓને સપોર્ટ કરતો જોવા મળ્યો ન હતો. રિંકુ સિંહ, આવેશ ખાન અને ખલીલ અહેમદ જેવા અન્ય રિઝર્વ ખેલાડીઓ ન્યૂયોર્કમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ટીમને ચીયર કરતા જોવા મળ્યા હતા.
ADVERTISEMENT

શુભમન અને આવેશ ગ્રુપ સ્ટેજની મેચો બાદ સ્વદેશ પરત ફરશે
રિપોર્ટ્સ સામે આવ્યા છે કે શુભમન ગિલ અને આવેશ ખાન ગ્રુપ સ્ટેજ પછી ભારત પરત ફરશે. આવું એટલા માટે કારણ કે તેમને અમેરિકામાં કોઈપણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેમના રિપ્લેસમેન્ટ માટે જ રાખવામાં આવ્યા હતા. પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ, ગુજરાત ટાઇટન્સના કેપ્ટનના કમબેકનું સાચું કારણ શિસ્તની સમસ્યા છે. શુભમન ગિલ અમેરિકામાં ટીમ સાથે બિલકુલ જોવા મળ્યો ન હતો. હકીકતમાં, સમાચાર એ છે કે તે ટીમથી દૂર સમય પસાર કરી રહ્યો હતો અને કદાચ તેના સાઈડ બિઝનેસમાં વ્યસ્ત હતો.
શુભમને રોહિતને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો
આ સમગ્ર મામલે વધુ એક ટ્વિસ્ટ સામે આવ્યો છે કે શુભમન ગીલે ઈન્સ્ટાગ્રામ પર ભારતીય કેપ્ટન રોહિત શર્માને અનફોલો કરી દીધો છે. તે હવે રોહિતને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરતો નથી. એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા અને શુભમન ગિલ વચ્ચે કદાચ બધુ સારું નથી ચાલી રહ્યું. ગીલે ગત ODI વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ આ વખતે તેને T20 વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું નથી. રિઝર્વ ખેલાડી તરીકે તે ભારતીય ટીમ સાથે અમેરિકા ગયો છે. જો કે હવે આ અહેવાલો કેટલા સાચા છે તે જોવું રસપ્રદ રહેશે.
ADVERTISEMENT
શુભમન ગિલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
24 વર્ષીય શુભમન ગિલે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે અત્યાર સુધીમાં 25 ટેસ્ટ, 44 વનડે અને 14 ટી20 મેચ રમી છે. તેના ટેસ્ટમાં 1492 રન, વનડેમાં 2271 અને ટી20માં 335 રન છે.
ADVERTISEMENT