CAN vs IND T20 World Cup 2024: ભારત-કેનેડાની મેચ ધોવાઈ, હવે સુપર 8 માં રોહિત બ્રિગેડ આ ટીમ સાથે રમશે પ્રથમ મેચ

ADVERTISEMENT

CAN vs IND
CAN vs IND
social share
google news

IND vs CAN match abandoned: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 ની મેચ નંબર 33 ભારત અને કેનેડા વચ્ચે રમવાની હતી, જો કે વરસાદ અને ભીના આઉટફિલ્ડને કારણે આ મેચ રમાઈ શકી નથી અને મેચને રદ્દ કરવામાં આવી છે. ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ પ્રાદેશિક પાર્ક સ્ટેડિયમમાં મેદાનની સ્થિતિ રમવા માટે યોગ્ય ન હતી. આવી સ્થિતિમાં ટોસ પણ થઈ શક્યો ન હતો. ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

ભારતીય ટીમ સુપર-8 માં ત્રણ મેચ રમશે

સુપર-8 તબક્કામાં ભારતીય ટીમ 20 જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. 22 જૂને, એન્ટિગુઆમાં તેનો સામનો બાંગ્લાદેશ/નેધરલેન્ડની ટીમોમાંથી એક સાથે થશે. ત્યારે નક્કી કરવામાં આવ્યું છે કે ભારતીય ટીમ 24 જૂને સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT