વિનેશ ફોગાટ માટે આવી ખુશખબરી, WFIનું સામે આવ્યું મોટું નિવેદન
Vinesh Phogat Case: ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ ફાઈનલ પહેલા ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. જે બાદ વિનેશ ફોગાટે સિલ્વર મેડલને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
ADVERTISEMENT
Vinesh Phogat Case: ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 50 કિગ્રા રેસલિંગ ફાઈનલ પહેલા ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. જે બાદ વિનેશ ફોગાટે સિલ્વર મેડલને લઈને કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે, વિનેશ ફોગાટની અપીલ પર CSAનો નિર્ણય હજુ જાહેર થયો નથી, પરંતુ ભારતીય રેસલિંગ ફેડરેશન તરફથી વિનેશ ફોગાટ માટે મોટા સમાચાર આવ્યા આવ્યા છે.
WFIના ઉપાધ્યક્ષ જય પ્રકાશ ચૌધરીનું મોટું નિવેદન
કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS) દ્વારા પહેલવાન વિનેશ ફોગાટની અપીલ પર પોતાનો ચુકાદો સંભળાવવા માટે સમયમર્યાદા લંબાવવા પર WFIના ઉપાધ્યક્ષ જય પ્રકાશ ચૌધરીએ કહ્યું કે, આવું ન થવું જોઈતું હતું. પરંતુ હું માનું છું કે વિનેશ ફોગાટની તરફેણમાં કંઈક આવવાનું છે. એવું લાગે છે કે તેમાં કેટલીક તાકાત સામેલ છે અને તેમને મેડલ મળશે.
#WATCH | Delhi | On Court of Arbitration for Sport (CAS) extended the time for a verdict on wrestler Vinesh Phogat's appeal, WFI vice president Jai Prakash Chaudhary says, "It shouldn't have happened. But, I think something in the favour of Vinesh is going to come... It seems… pic.twitter.com/5gflLBA1VL
— ANI (@ANI) August 13, 2024
કોચિંગ સ્ટાફની ભૂલઃ જયપ્રકાશ
જયપ્રકાશનું માનવું છે કે, આ મામલે વિનેશ ફોગાટના કોચિંગ સ્ટાફની ભૂલ છે. વજન કેવી રીતે સ્થિર રાખવું તે તપાસવાનું કામ કોચનું છે. હવે જોવાનું એ રહેશે કે 16મી ઓગસ્ટે શું ફેસલો આવે છે. જે રીતે મોટા વકીલ કેસ લડી રહ્યા છે અને આ મામલે વડાપ્રધાને સંજ્ઞાન લીધું છે, તેને જોઈને લાગી રહ્યું છે કે નિર્ણય અમારી તરફેણમાં આવશે.
ADVERTISEMENT
16 ઓગસ્ટે આવશે નિર્ણય
CAS એ 13 ઓગસ્ટે વિનેશ ફોગાટના સિલ્વર મેડલ કેસ પર તેનો ચુકાદો આપવાનો હતો, પરંતુ ગઈકાલે CAS તેને 16 ઓગસ્ટ સુધી લંબાવવ્યો છે. જે બાદ હવે કરોડો ભારતીય ફેન્સ 16 ઓગસ્ટની રાહ જોઈ રહ્યા છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નિર્ણય વિનેશ ફોગાટની તરફેમાં આવે અને તેમને સિલ્વર મેડલ મળે.
ADVERTISEMENT