SRH vs LSG: માર્કસ સ્ટોઈનિસની અમ્પાયર સાથે બબાલ, VIDEO થયો વાયરલ
SRH vs LSG, IPL Best Catch: IPL 2024 સીઝનની 57મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાય રહ્યો છે. એવામાં ગઇકાલ બાદ આજે ફરી એક વખત બબાલ જોવા મળી હતી.
ADVERTISEMENT
SRH vs LSG, IPL Best Catch: IPL 2024 સીઝનની 57મી મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સ અને હૈદરાબાદ વચ્ચે મેચ રમાય રહ્યો છે. એવામાં ગઇકાલ બાદ આજે ફરી એક વખત બબાલ જોવા મળી હતી. જેમાં લખનૌના ત્રીજા નંબરના બેટ્સમેન માર્કસ સ્ટોઈનિસ મેદાનમાં બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે તે ભુવનેશ્વર કુમારના બોલ પર શોટ રમ્યો અને હૈદરાબાદના સનવીર સિંહે હવામાં ઉડીને એક શાનદાર કેચ લઈને બધાને ચોંકાવી દીધા. જેને લઈ સ્ટોઇનિસ મેદાન પરના અમ્પાયર સાથે દલીલ કરવા લાગ્યા ત્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સનવીરે શાનદાર કેચ વડે દિલ જીતી લીધું
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જવાબમાં લખનૌનો ઓપનિંગ બેટ્સમેન ક્વિન્ટન ડી કોક માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો અને ત્યારપછી માર્કસ સ્ટોઈનિસ ત્રીજા નંબરે રમવા આવ્યો હતો. પરંતુ ઇનિંગ્સની પાંચમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા ભુવનેશ્વર કુમારના બીજા બોલ પર સ્ટોઇનિસે મિડ-ઓન તરફ શોટ રમ્યો હતો. આના પર ફિલ્ડિંગ કરી રહેલા સનવીર સિંહે હવામાં ઉડતા એક શાનદાર કેચ લીધો અને થર્ડ અમ્પાયરે રિવ્યુ કરીને સ્ટોઈનિસને આઉટ આપ્યો. પરંતુ સ્ટોઇનિસ સહમત ન થયો અને અમ્પાયર સાથે દલીલ કર્યા પછી, તે પાંચ બોલમાં ત્રણ રન બનાવીને ચાલ્યો ગયો. જેના કારણે 21 રનના સ્કોર પર લખનૌની બે વિકેટ જતી રહી હતી.
સેમસનના કેચમાં પણ થઈ હતી બબાલ
ગઇકાલે એક પણ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ની એક શાનદાર મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે યોજાઈ હતી. દિલ્હી ભલે આ મેચ 20 રને જીતી ગયું હોય, પરંતુ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને પોતાની બેટિંગથી દિલ્હીની જીતનું સપનું લગભગ તોડી નાખ્યું હતું. તેમાં પણ સંજુએ 46 બોલમાં 86 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે, જે દરમિયાન સંજુનો સ્ટ્રાઇક રેટ 186.95 હતો. સંજુ જ્યારે રમી રહ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે રાજસ્થાન રોયલ્સ સરળતાથી 222 રનના લક્ષ્યનો ટાર્ગેટ મેળવી લેશે, પરંતુ તે 16મી ઓવરમાં મુકેશ કુમારના ચોથા બોલ પર બાઉન્ડ્રી લાઇન પર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો.
ADVERTISEMENT
સેમસન જે રીતે આઉટ થયો હતો તેના પર જ પ્રશ્નો ઉભા થયા હતા. વાસ્તવમાં, સંજુ સેમસનનું માનવું હતું કે કેચ લેતી વખતે શાઈ હોપે બાઉન્ડ્રી લાઈનને સ્પર્શ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અમ્પાયરના નિર્ણય સામે ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી હતી કે કેચ આઉટના મહત્વપૂર્ણ નિર્ણયને ઉતાવળથી માત્ર અમુક સેકન્ડમાં આપી દેવાયો, જ્યારે વ્હાઈડ બોલ માટે અમ્પાયરે કેમેરાની દરેક એંન્ગલથી તપાસ કરી.
ADVERTISEMENT