શુભમનનો શર્ટ પહેરીને ફરી રહ્યો હતો ઈશાન કિશન, ગિલે એવી કમેન્ટ કરી કે આબરું ધૂણ ધાણી થઈ ગઈ
Shubman Gill News: ભારતીય ટીમના બે યુવા ખેલાડીઓ શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચેની મિત્રતા વિશે તો સૌ કોઈ જાણે છે. ટીમ ઈન્ડિયાની પરંપરાને આગળ…
ADVERTISEMENT
Shubman Gill News: ભારતીય ટીમના બે યુવા ખેલાડીઓ શુભમન ગિલ અને ઈશાન કિશન વચ્ચેની મિત્રતા વિશે તો સૌ કોઈ જાણે છે. ટીમ ઈન્ડિયાની પરંપરાને આગળ વધારતા તેઓ સોશિયલ મીડિયા પર એકબીજાના મજાક ઉડાવતા જોવા મળે છે. પહેલા કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા ખેલાડીઓ સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ કરતા હતા, પરંતુ હવે શુભમન ગિલ અને ઈશાન કિશનની જોડીએ બધાને પાછળ છોડી દીધા છે. તેઓ એકબીજાને મજાક ઉડાવવાની કોઈ તક ક્યારેય છોડતા નથી.
ઈશાનની પોસ્ટ પર ગિલની કમેન્ટ
હાલમાં જ્યારે ઈશાન કિશને ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી ત્યારે ગિલે એવી પોસ્ટ કરી કે સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેંચાયું. ઈશાનની પોસ્ટ પર ગિલે લખ્યું કે – ભાઈ, શર્ટ તો આપી દેવો હતો. ગિલની કમેન્ટ પર 10 હજારથી વધુ યુઝર્સે કોમેન્ટ કરી છે, જ્યારે 30 હજારથી વધુ લાઈક્સ છે. તેના પરથી સમજી શકાય છે કે તેની કેટલી ફેન ફોલોઈંગ છે. આ પહેલીવાર નથી કે જ્યારે કપડા વિશે વાત થઈ હોય. આ પહેલા એકવાર ઈશાન કિશને ઈન્સ્ટાગ્રામ પર જ ગિલ પાસેથી કપડાની માંગણી કરી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
હાલ સાઉથ આફ્રિકામાં છે ભારતીય ટીમ
નોંધનીય છે કે બંને ખેલાડીઓ હાલમાં ટીમ ઈન્ડિયા સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. અહીં ભારતે T-20 અને ODI પછી ટેસ્ટ શ્રેણીમાં ભાગ લેવાની છે. બંન્ને ટીમો વચ્ચેની પ્રથમ T20 વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી, જ્યારે બીજી T20 આજે રમાવાની છે. જો ભારતીય ટીમ આજે મેચ જીતશે તો શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લેશે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈન્ડિયામાં બંને બેટ્સમેનોનું કદ વધ્યું છે. બંને ઓપનરની ભૂમિકામાં જોવા મળે છે અને બંને બેટ્સમેન આ વર્ષે વનડેમાં બેવડી સદી ફટકારનારા બેટ્સમેનોની વિશેષ યાદીમાં સામેલ છે. એવું માનવામાં આવે છે કે બંને T-20 વર્લ્ડ કપમાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT