World Cup વચ્ચે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું, શુભમન ગિલ પાકિસ્તાન સામેની મેચમાં પણ નહીં રમી શકે?
IND Vs AFG: ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે બુધવારે અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લેશે નહીં. શનિવારે પાકિસ્તાન સામેની શાનદાર મેચમાં શુભમન ગિલ…
ADVERTISEMENT
IND Vs AFG: ભારતનો સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે બુધવારે અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં ભાગ લેશે નહીં. શનિવારે પાકિસ્તાન સામેની શાનદાર મેચમાં શુભમન ગિલ મેદાન પર જોવા મળે તેવી શક્યતા ઓછી છે. આ વર્ષે ભારત માટે વનડેમાં સૌથી વધુ રન બનાવનાર શુભમન ગિલની ગેરહાજરી ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓમાં સતત વધારો કરી રહી છે.
ભારતને ઓપનિંગમાં વર્તાઈ ગિલની ખોટ
રવિવારે ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની મેચથી તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ 199 રનમાં ઓલઆઉટ થવા છતાં એક સમયે ટીમ ઈન્ડિયા મેચ હારી રહી હોય તેવું લાગી રહ્યું હતું. ભારતે માત્ર 2 રનમાં બંને ઓપનરો સાથે ઐયરની વિકેટ ગુમાવી દીધી હતી. સ્પષ્ટ છે કે ભારતને ઓપનિંગમાં શુભમન ગિલની ખોટ વર્તાઈ હતી.
ચેન્નઈમાં સારવાર હેઠળ છે ગિલ
ગયા અઠવાડિયે શુભમન ગિલની તબિયત લથડી હતી અને તેનામાં ડેન્ગ્યુના લક્ષણો જોવા મળ્યા હતા. ન્યૂઝ 18ના રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ 70 ટકા સુધી સ્વસ્થ થઈ ગયો છે. પરંતુ તેમ છતાં તેની વાપસી અંગે કંઈ કહી શકાય તેમ નથી. ડેન્ગ્યુમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવામાં બે અઠવાડિયાથી વધુ સમય લાગે છે. હાલમાં, ગિલ ચેન્નાઈમાં સારવાર હેઠળ છે અને અફઘાનિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ ગયો છે.
ADVERTISEMENT
ગિલ શા માટે મહત્વપૂર્ણ છે?
ગિલ ક્યારે પ્રેક્ટિસ શરૂ કરશે તે અંગે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. બીસીસીઆઈના ડોક્ટર્સ ગિલના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા છે. પ્રેક્ટિસના અભાવે ગિલ પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર થઈ શકે છે અને આવતા અઠવાડિયે જ તે મેદાનમાં ઉતરતો જોવા મળશે તેવી પ્રબળ સંભાવના છે.
વર્લ્ડ કપમાં ભારતની બેટિંગ મોટાભાગે ટોપ ઓર્ડર પર નિર્ભર છે. ભારતમાં નીચલા ક્રમમાં વધુ ડેપ્થ નથી. જાડેજા વનડે મેચોમાં બેટથી સારું પ્રદર્શન કરી શકતો નથી. વનડેમાં અશ્વિન ક્યારેય ભરોસાપાત્ર બેટ્સમેન રહ્યો નથી. આ સિવાય બુમરાહ, સિરાજ અને કુલદીપ બેટથી કોઈ યોગદાન આપી શક્યા નથી. તેથી ટીમ ઈન્ડિયા તેના સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ગિલની શક્ય તેટલી વહેલી તકે વાપસીની અપેક્ષા રાખી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT