શિખર ધવને આ કારણે અચાનક ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, કહી દીધી દિલની વાત; ફેન્સ થયા ભાવુક
Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટ સ્ટાર અને ધાકડ ઓપનર શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ઘરેલું ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને તેમના નિર્ણય વિશે જણાવ્યું. શિખર ધવન ટીમ ઈન્ડિયામાં ગબ્બરના નામે જાણીતા છે.
ADVERTISEMENT
Shikhar Dhawan Retirement: ભારતીય ક્રિકેટ સ્ટાર અને ધાકડ ઓપનર શિખર ધવને ઈન્ટરનેશનલ ક્રિકેટ અને ઘરેલું ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. શિખર ધવને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને તેમના નિર્ણય વિશે જણાવ્યું. શિખર ધવન ટીમ ઈન્ડિયામાં ગબ્બરના નામે જાણીતા છે.
IPLમાં સંભાળી હતી પંજાબ કિંગ્સની કમાન
શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સ તરફથી રમતા જોવા મળ્યા હતા, પરંતુ ઈજાના કારણે શરૂઆતી 5 મેચ રમ્યા બાદ તેઓ અન્ય મેચો રમી શક્યા ન હતા. શિખર ધવને આઈપીએલમાં પંજાબ કિંગ્સની કમાન સંભાળી હતી, પરંતુ જ્યારે તેઓ ઈજાગ્રસ્ત થયા ત્યારે સેમ કરણે ટીમની કમાન સંભાળી. જોકે, શિખર ધવનને આઈપીએલ 2025માં રમતા જોઈ શકાય છે કારણ કે તેમણે આઈપીએલમાંથી સંન્યાસ લેવાને લઈને તેમના વીડિયોમાં કંઈ કહ્યું નથી.
38 વર્ષીય શિખર ધવને વીડિયો પોસ્ટ કરતા લખ્યું- હું મારા ક્રિકેટ સફરના આ પ્રકરણને સમાપ્ત કરી રહ્યો છું, હું મારી સાથે અગણિત યાદો અને કૃતજ્ઞતા લઈને જઈ રહ્યો છું. પ્રેમ અને સમર્થન બદલ આભાર! જય હિન્દ...
ADVERTISEMENT
As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support! Jai Hind! 🇮🇳 pic.twitter.com/QKxRH55Lgx
— Shikhar Dhawan (@SDhawan25) August 24, 2024
શિખર ધવને કહી આ વાત
શિખર ધવને 1 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં કહ્યું- તમામને નમસ્કાર...આજે એક એવા વળાંક પર ઉભો છું. જ્યાંથી પાછળ જોવા પર માત્ર યાદો જ દેખાઈ રહી છે, અને ઓગળ જોવા પર આખી દુનિયા...મારી હંમેશાથી એક જ મંજિલ હતી, ઈન્ડિયા માટે રમવું. તે શક્ય પણ બન્યું, તેના માટે હું ઘણા લોકોનો આભાર માનું છું, સૌથી પહેલા મારા પરિવારનો, મારા બાળપણના કોચ તારક સિન્હાજી અને મદન શર્માજીનો, જેમની પાસેથી હું ક્રિકેટ શીખ્યો છું.
'કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી'
શિખર ધવને આ વીડિયોમાં આગળ ટીમ ઈન્ડિયામાં તેમના અનુભવ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, ટીમમાં રમ્યા બાદ મને ફેન્સનો પ્રેમ મળ્યો. પરંતુ એવું કહેવાય છે ને કે કહાનીમાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે. બસ હું પણ એવું જ કરવા જઈ રહ્યો છે. આટલું કહેતા જ શિખરે ધવને ઈન્ટરનેશનલ અને ઘરેલું ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય સંભળાવ્યો.
ADVERTISEMENT
#WATCH | Indian cricketer Shikhar Dhawan announces retirement from international, and domestic cricket.
— ANI (@ANI) August 24, 2024
He tweets, "As I close this chapter of my cricketing journey, I carry with me countless memories and gratitude. Thank you for the love and support..."
(Source - Shikhar… pic.twitter.com/fGQ9F9mlk0
વનડે ક્રિકેટના શાનદાર ખેલાડી
શિખર ધવન વનડેના મહાન ખિલાડી રહ્યા, કારણ કે આ ફોર્મેટના ઈતિહાસમાં 40થી વધુની સરેરાશ અને 90થી વધુ સ્ટ્રાઈક રેટથી 5000થી વધુ રન બનાવનાર માત્ર 8 બેટ્સમેનોમાંથી એક છે. ડિસેમ્બર 2022માં બાંગ્લાદેશ સામેની વનડે સિરીઝ બાદથી તેઓ ભારત તરફથી રમ્યા નથી.
ADVERTISEMENT
શિખર ધવને કુલ વનડે આંકડા અન્ય બે ફોર્મેટમાં તેમના રેકોર્ડથી વધુ છે. તેમણે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે 85 બોલમાં સદી ફટકારી હતી, જે ટેસ્ટ ડેબ્યૂ કરનારની પ્રથમ સૌથી ઝડપી સદી હતી . શિખર ધવને 29 જુલાઈ 2021ના રોજ કોલંબોમાં શ્રીલંકા સામે ભારત માટે તેમની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેમણે આ મેચ કેપ્ટન તરીકે રમી હતી. શિખર ધવનની છેલ્લી ટેસ્ટ મેચ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડ સામે ઓવલ ખાતે રમાઈ હતી.
IPLમાં ધવનનો રેકોર્ડ
શિખર ધવને તેમના આઈપીએલ કરિયરમાં દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ, ડેક્કન ચાર્જર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યાં તેઓ હાલમાં કોહલી પછી બીજા નંબરના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેમણે 221 ઇનિંગ્સમાં 127.14ની સ્ટ્રાઇક રેટથી 6769 રન બનાવ્યા.
ADVERTISEMENT