‘મને બધી જગ્યાએથી બ્લોક કરી દીધો છે, તને મળી નથી શકતો’, દીકરાના બર્થડે પર ધવને લખી ઈમોશનલ પોસ્ટ
Shikhar Dhawan: ટીમ ઈન્ડિયાના સિનિયર બેટ્સમેન શિખર ધવન અને આયેશા મુખર્જી છૂટાછેડા પછી અલગ રહે છે. ધવન ભારતમાં રહે છે, જ્યારે તેની છૂટાછેડા લીધેલી પત્ની…
ADVERTISEMENT
Shikhar Dhawan: ટીમ ઈન્ડિયાના સિનિયર બેટ્સમેન શિખર ધવન અને આયેશા મુખર્જી છૂટાછેડા પછી અલગ રહે છે. ધવન ભારતમાં રહે છે, જ્યારે તેની છૂટાછેડા લીધેલી પત્ની ઓસ્ટ્રેલિયામાં રહે છે. દરમિયાન, શિખર ધવનના પુત્ર જોરાવરની કસ્ટડી તેની માતા પાસે છે અને હવે એવું લાગે છે કે ધવન તેના 8-9 વર્ષના પુત્રનો સંપર્ક કરી શકતો નથી. આજે જોરાવરનો જન્મદિવસ છે અને સોશિયલ મીડિયા પર તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા શિખરે ખુલાસો કર્યો છે કે આયેશાએ તેને દરેક જગ્યાએ બ્લોક કરી દીધો છે.
ધવને દીકરા માટે કરી ઈમોશનલ પોસ્ટ
ધવને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના પુત્ર સાથેના વીડિયો ચેટની જૂની તસવીર પોસ્ટ કરી અને તેના પુત્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને હૃદયની વાત લખી છે. ધવને કહ્યું કે, એવો કોઈ દિવસ નથી જ્યારે તે પોતાના પુત્ર જોરાવરને યાદ ન કરે. સાથે જ ભરોસો અપાવ્યો કે, ભલે તેને ગમે ત્યાંથી બ્લોક કરી દેવામાં આવે, પરંતુ તેમ છતાં ટેલીપથી (મનથી) એકબીજા સાથે જોડાયેલા રહેશે.
1 વર્ષથી દીકરાને નથી જોયો
ધવને તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘તને પર્સનલી જોયાને એક વર્ષ થઈ ગયું છે અને હવે લગભગ 3 મહિનાથી મને દરેક જગ્યાએથી બ્લોક કરી દેવામાં આવ્યો છે. આથી તે જ તસવીર પોસ્ટ કરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, મારા દીકરા.
ADVERTISEMENT
View this post on Instagram
ADVERTISEMENT
ભલે હું તમારી સાથે સીધો જોડાઈ શકતો નથી, છતાં પણ હું તમારી સાથે ટેલિપથી દ્વારા જોડાઈ રહ્યો છું. મને તારા પર ખૂબ ગર્વ છે, અને હું જાણું છું કે તું સારું કરી રહ્યાં છો અને સારી રીતે વિકાસ કરી રહ્યો છે. પપ્પા હંમેશા તને યાદ કરે છે અને તને પ્રેમ કરે છે. તે હંમેશા પોઝિટિવ રહે છે, હસીને તે સમયની રાહ જોઈ રહ્યા છે જ્યારે આપણે ભગવાનની કૃપાથી ફરી મળીશું.’
ADVERTISEMENT
ADVERTISEMENT