ફ્રેન્ચ ઓપન જીતીને જોકોવિચે ઐતિહાસિક રેકોર્ડ સર્જયો

ADVERTISEMENT

Serbian tennis star Novak Djokovic creates new history by winning French Open 2023 title
Serbian tennis star Novak Djokovic creates new history by winning French Open 2023 title
social share
google news

અમદાવાદ : ફ્રેન્ચ ઓપન 2023નો ખિતાબ જીતીને સર્બિયાઈ ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે એક નવો ઇતિહાસ બનાવ્યો છે. આજે રવિવારે (11 જૂન) ના રોજ રમાયેલી મેન્સ સિંગલ્સની ફાઇનલમાં જોકોવિચે નોર્વેના કેસ્પર રુડને 7-6, 6-3, 7-5 થી પરાજીત કર્યો હતો. આ સાથે તેણે ત્રીજી વખત ફ્રેન્ચ ઓપન ટાઈટલ કબ્જે કર્યું હતું. જોકોવિચની ગ્રાન્ડ સ્લેમની આ 34મી ફાઈનલ હતી, તો રુડની કારકિર્દીની આ ત્રીજી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ મેચ હતી જેમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. .જોકે રુડ હજુ સુધી એક પણ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીતી શક્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટાઈટલ જીતવાની સાથે જ જોકોવિચે સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારો ખેલાડી બની ગયો છે. તેણે સ્પેનના દિગ્ગજ ટેનિસ ખેલાડી રાફેલ નડાલનો રેકોર્ડ બ્રેક કરી દીધો છે. જોકોવિચે અત્યાર સુધીમાં સૌથી વધુ 23 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તો બીજી બાજુ નડાલ પણ 22 ગ્રાન્ડ સ્લેમ પોતાને નામે કરી ચુક્યો હતો. જે વર્લ્ડ રેકોર્ડ હતો. જો કે હવે આ રેકોર્ડ જોકોવીચે તોડી નાખ્યો છે. 23 ખિતાબ જીતીને નવો રેકોર્ડ સ્થાપી દીધો છે. આ જ પ્રકારે 3 નંબર પર સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરનું નામ છે. ફેરર અત્યાર સુધીમાં 20 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી ચુક્યો છે.

ADVERTISEMENT

ઓસ્ટ્રેલિયન ઓપન અને વિમ્બલ્ડનમાં જોકોવિચના નામ રહ્યો હતો. અત્યાર સુધીમાં પોતાની કારકિર્દીમાં 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ તે પોતાને નામે કરી ચુક્યો છે. આ ઉપરાંત 7 વિમ્બલ્ડન ટાઇટલ પણ જીતી ચુક્યો છે. જ્યારે ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન ટુર્નામેન્ટમાં 3-3 ટાઇટલ પોતાના નામે કરી ચુક્યો છે. આ ટાઇટલ જીતવાની સાથે જ તેણે અનોખો કિર્તિમાન સ્થાપી દીધો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT