સંજૂની વાપસી… પુજારાને મુકાશે પડતો, વિન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે આટલા ફેરફાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને થોડા દિવસો માટે બ્રેક મળ્યો છે. હવે ભારતીય ટીમ જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જઈ રહી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 ODI અને 5 T20 મેચ રમવાની છે.વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી. હા, કેટલાક ખેલાડીઓ ચોક્કસપણે ટીમમાંથી બહાર થઈ શકે છે અથવા તેમને આરામ આપવામાં આવી શકે છે. 36 વર્ષીય રોહિત શર્મા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટનશિપ કરતો જોવા મળશે, જ્યારે હાર્દિક પંડ્યાને T20 ટીમની કેપ્ટનશિપ કરવાની બીજી તક મળશે.

બીસીસીઆઈના એક સૂત્રએ ક્રિકબઝને કહ્યું, ‘દરેક ટેસ્ટ મહત્વની હોય છે અને તેના પરિણામથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ફરક પડે છે. અમે ટેસ્ટ મેચોમાં પ્રયોગ કરી શકતા નથી. યુવા બેટ્સમેન શુભમન ગિલ ઉપરાંત અનુભવી વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેની ટેસ્ટ ટીમમાં પસંદગી નિશ્ચિત છે. જ્યારે ચેતેશ્વર પૂજારાને બહારનો રસ્તો બતાવી શકાય છે. પૂજારાની જગ્યાએ યશસ્વી જયસ્વાલને તક મળે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવી શકે છે. જો કે તે ODI શ્રેણી માટે ટીમનો ભાગ બની શકે છે. ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ભાગ લેતા પહેલા શમીએ IPL 2023માં કુલ 17 મેચ રમી હતી. BCCI શમીના સાથી ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજના વર્કલોડ પર પણ નજર રાખી રહ્યું છે. સિરાજ ટીમ સાથે પ્રવાસ કરશે, પરંતુ તેને કેટલીક મેચોમાં આરામ આપવામાં આવશે.

આ ખેલાડીઓની ટીમમાં થશે વાપસી
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને ઉમરાન મલિકને પણ વિન્ડીઝ પ્રવાસ માટેની ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉમરાન મલિકે IPL 2023માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઠ મેચ રમી હતી. જો કે તે સ્પષ્ટ નથી કે તેને કયા ફોર્મેટ માટે ટીમમાં પસંદ કરવામાં આવશે. વિકેટ કીપર બેટ્સમેન કેએસ ભરત બેટ સાથે ખરાબ પ્રદર્શન છતાં ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકે છે. આ સાથે સંજુ સેમસન પણ ટીમમાં વાપસી કરી શકે છે.

ADVERTISEMENT

વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને પણ ODI અને T20 ટીમમાં સ્થાન મળે તેવી શક્યતા છે. પાંચ મેચની T20 શ્રેણીમાં યુવા ખેલાડીઓની ફોજ મેદાનમાં ઉતરી શકે છે. IPL 2023માં શાનદાર પ્રદર્શન કરનાર યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહને પણ T20 ટીમમાં પસંદ કરવામાં આવી શકે છે.

ADVERTISEMENT

વિન્ડીઝનો પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે
ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર પ્રથમ બે ટેસ્ટ મેચ રમશે. પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકામાં રમાશે. આ પછી બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી પોર્ટ ઓફ સ્પેનમાં રમાશે. ત્રણ મેચની ODI સીરિઝની વાત કરીએ તો તે 27 જુલાઈથી શરૂ થશે જ્યારે પાંચ મેચની T20 સીરિઝ 3 ઓગસ્ટથી રમાશે.

ટેસ્ટ મેચ
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું શેડ્યૂલ 1લી મેચ – 12 થી 16 જુલાઈ, ડોમિનિકા બીજી મેચ – 20 થી 24 જુલાઈ, પોર્ટ ઓફ સ્પેન

ODI દિરીઝ
1લી ODI – 27 જુલાઈ, બ્રિજટાઉન બીજી ODI – 29 જુલાઈ, બ્રિજટાઉન ત્રીજી ODI – 1 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન

T20 સીરિઝ
1લી T20 – 3 ઓગસ્ટ, પોર્ટ ઓફ સ્પેન બીજી T20 – 6 ઓગસ્ટ, ગુયાના 3જી T20 – 8 ઓગસ્ટ, ગયાના 4થી T20 – 12 ઓગસ્ટ, ફ્લોરિડા 5મી T20 – 13 ઓગસ્ટ, ફ્લોરિડા

    follow whatsapp

    ADVERTISEMENT