ટીમ ઈન્ડિયાની હાર પર સચિન તેંદુલકર થયો લાલચોળ, કેપ્ટન રોહિત શર્માની આ ભૂલ પર ઠાલવ્યો રોષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs AUS WTC ફાઇનલ 2023: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની કારમી હાર ચાહકો તેમજ ભારતીય દિગ્ગજ ખેલાડીઓને પચતી નથી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. દરમિયાન, મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ તેણે ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં કોઈ મોટા મેચ વિનર ખેલાડીને સામેલ ન કરવા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

ભારતની હાર બાદ સચિનનું ટ્વીટ
સચિન તેંડુલકરે વિશ્વના નંબર વન બોલર આર અશ્વિનને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાંથી બહાર રાખવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે. સચિન તેંડુલકરે ટ્વીટ કરીને લખ્યું, ‘વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવા પર ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન. સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડે મેચ પર વર્ચસ્વ જમાવવા માટે પહેલા દિવસે જ મજબૂત પાયો નાખ્યો હતો. ટીમ ઈન્ડિયાને રમતમાં ટકી રહેવા માટે પ્રથમ દાવમાં લાંબો સમય બેટિંગ કરવી જોઈતી હતી. પરંતુ તે કરી શક્યા નહીં. ભારત માટે કેટલીક સારી ક્ષણો હતી. પરંતુ હું અશ્વિનને પ્લેઇંગ 11માંથી બહાર રાખવાના નિર્ણયને સમજી શક્યો નહીં, તે આ સમયે વિશ્વનો નંબર વન બેટ્સમેન છે.

સચિને આગળ લખ્યું, ‘જેમ કે મેં મેચ પહેલા કહ્યું હતું કે, કુશળ સ્પિનરો હંમેશા ટર્નિંગ ટ્રેક પર આધાર રાખતા નથી, તેઓ હવામાં ડ્રિફ્ટ અને સપાટી પર મળતા બાઉન્સથી પોતાની વિવિધતાનો ઉપયોગ કરે છે. એ પણ ન ભૂલવું જોઈએ કે ઓસ્ટ્રેલિયાના ટોપ-8માંથી 5 ડાબા હાથના બેટ્સમેન હતા.

ADVERTISEMENT

અશ્વિનને ન રમાડવું ટીમને મોંઘુ પડ્યું
રવિચંદ્રન અશ્વિન ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં 92 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આમાં તેણે 474 વિકેટ લીધી છે, જેમાં તેણે 7 વખત 10 વિકેટ લેવાની સિદ્ધિ પણ નોંધાવી છે. આ સાથે જ આર. અશ્વિને ટેસ્ટમાં 32 વખત 5 વિકેટ લીધી છે. એટલું જ નહીં, તેણે ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે 3129 રન પણ બનાવ્યા છે. અશ્વિને વનડેમાં 151 અને T20 આંતરરાષ્ટ્રીયમાં 72 વિકેટ લીધી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT