સચિનના બાળપણના મિત્રને શું થયું? પૂર્વ ભારતીય ક્રિકેટર માટે બે ડગલા ચાલવું પણ મુશ્કેલ, રડાવી દેશે વીડિયો

ADVERTISEMENT

Vinod Kambali
Vinod Kambali
social share
google news

Vinod Kambli Video: ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિનોદ કાંબલીને કોઈ ઓળખની જરૂર નથી. વિનોદ કાંબલી તેમના સમયના મહાન બેટ્સમેન હતા. આ સિવાય તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો બાળપણનો મિત્ર રહ્યો છે. વિનોદ કાંબલીએ 17 ટેસ્ટ મેચો સિવાય 104 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે 1993 થી 2000 સુધી ભારત માટે રમ્યો હતો. જ્યારે તે છેલ્લે વર્ષ 2004માં ઘરેલુ ક્રિકેટમાં જોવા મળ્યો હતો. જો કે વિનોદ કાંબલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી લોકો વિશ્વાસ કરી શકતા નથી.

વિનોદ કાંબલીનો વીડિયો વાઈરલ થયો

વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે વિનોદ કાંબલી પોતાના પગે ચાલી શકતો નથી. માત્ર 52 વર્ષની ઉંમરે વિનોદ કાંબલીની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ બેટ્સમેન નાદુરસ્ત તબિયતથી પીડિત છે અને તેને ચાલવા માટે સપોર્ટની જરૂર છે. જો કે વિનોદ કાંબલી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. આ સિવાય સોશિયલ મીડિયા યુઝર્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

2010થી વિનોદ કાંબલીની તબિયત ખરાબ

જો કે વિનોદ કાંબલીની સ્વાસ્થ્ય સમસ્યાઓ કોઈ નવી વાત નથી. તાજેતરમાં તેણે કહ્યું હતું કે હૃદય સંબંધિત સમસ્યાઓ સિવાય તે ડિપ્રેશનથી પીડિત છે. આ સમય દરમિયાન તે દવાઓ લઈ રહ્યો છે, તેને હોસ્પિટલમાં પણ જવું પડે છે. વાસ્તવમાં, વિનોદ કાંબલીની તબિયત 2010ના દાયકાની શરૂઆતમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. પરંતુ આ પછી ઘણો સુધારો જોવા મળ્યો. જો કે હવે જે વિડીયો સામે આવી રહ્યો છે તે ક્રિકેટ ફેન્સ માટે દુઃખદ છે. ઉલ્લેખનીય છે કે વિનોદ કાંબલી તેમના સમયના મહાન બેટ્સમેન હતા. ક્રિકેટના મેદાન સિવાય તે પોતાના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી ચૂક્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT