T20 World Cup 2024: રોહિત શર્મા રચશે ઇતિહાસ, આવું કરનારો દુનિયાનો પહેલો ક્રિકેટર બનશે

ADVERTISEMENT

rohit sharma history
rohit sharma history
social share
google news

Rohit Sharma records: અમેરિકા અને વેસ્ટઇન્ડીઝમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ક્રિકેટ ટીમ પોતાની પહેલી મેચ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આયરલેન્ડ વિરૂદ્ધ ભારત ગ્રુપ એ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. વેસ્ટઇન્ડીઝ અને યૂએસએમાં યોજાઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં રોહિત શર્મા દુનિયાની નંબર 1 T20i ટીમની આગેવાની કરશે. આ મેચમાં મેદાન પર ડગલું ભરતા જ રોહિત એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે.

આવું કરનારો દુનિયાનો પહેલો ક્રિકેટર બનશે

ભારતના ટૂર્નામેન્ટના ઓપનર દરમિયાન રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપના તમામ 9 આવૃત્તિઓમાં રમનારા દુનિયાના પહેલા ક્રિકેટ બનીને ઇતિહાસ રચશે. 37 વર્ષીય રોહિતે 19 સપ્ટેમ્બર, 2007ના રોજ ડરબનમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારત માટે પોતાનો T20 વર્લ્ડ કપ ડેબ્યૂ કર્યો હતો. ત્યારબાદ તેઓ સતત દરેક સીઝનમાં કોઈને કોઈ મેચ જરૂર રમતા આવ્યા છે.

ADVERTISEMENT

ધોનીને પાછળ રાખવામાં એક ડગલું દૂર રોહિત

રોહિતની કેપ્ટનશીપમાં ભલે ભારત અત્યાર સુધી કોઈ આઈસીસી ટ્રોફી નથી જીતી શક્યું, પરંતુ રોહિત પોતાની કેપ્ટનશીપમાં ભારતને ટી20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવનારા એમએસ ધોનીને પાછળ છોડવાથી એક ડગલું દૂર છે. રોહિતે અત્યાર સુધી 54 ટી20 મેચોમાં ભારતની કમાન સંભાળી છે જેમાં 41 મેચોમાં ટીમને જીત મળી છે, જ્યારે 12 મેચ ભારત હાર્યું છે. બીજી તરફ ધોનીએ 72 ટી20 મેચોમાં ભારતની કેપ્ટનશીપ કરી અને 41 મેચ જીતી, જ્યારે 28 મેચમાં હાર મળી. ધોની અને રોહિતે રમતના સૌથી નાના ફોર્મેટમાં પોતાની કેપ્ટનશીપમાં ભારત માટે એક સમાન મેચ જીતી છે. જો બુધવારે ભારત જીતશે તો રોહિતની કપ્તાનીમાં આ 42મી જીત હશે. તેઓ ધોનીને પાછળ છોડીને ટી20માં ભારત માટે સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટન બની જશે.

ADVERTISEMENT

T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માનું આવું રહ્યું પ્રદર્શન

ADVERTISEMENT

રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં કુલ 36 મેચ રમી છે. જેમાં તેણે 34.39ની એવરેજથી 963 રન બનાવ્યા છે. હિટમેને આ દરમિયાન 9 અડધી સદી પણ ફટકારી છે. રોહિત હજુ આ મેગા ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ સદીની શોધમાં છે. રોહિત સિવાય બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ટી20 વર્લ્ડ કપની અગાઉની તમામ આઠ આવૃત્તિઓમાં રમી ચૂક્યો છે અને સૌથી ટૂંકા ફોર્મેટ મેગા ઈવેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવનાર મહાન ઓલરાઉન્ડર શનિવારે શ્રીલંકા સામે બાંગ્લાદેશની પ્રથમ મેચમાં રમશે. આ સમયગાળા દરમિયાન તે રોહિતના રેકોર્ડની બરાબરી કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT