રોહિત અને વિરાટનો નવો ટાર્ગેટ આવ્યો સામે, BCCI સચિવે આપી દીધું મોટું નિવેદન

ADVERTISEMENT

Rohit Sharma Virat Kohli
વિરાટ કોહલી અને રોહિત શર્મા
social share
google news

Rohit Sharma Virat Kohli : T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમ સાતમા આસમાને છે. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત હાંસલ કરી હતી. તેણે 2007 બાદ આ ટ્રોફીને પોતાના નામે કરી છે. વિજેતા બન્યા બાદ ભારતના ત્રણ દિગ્ગજ ખેલાડીઓએ નિવૃત્તિ લીધી હતી. સૌથી પહેલા વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ નિવૃત્તિની જાહેરાત કરી. તેના પછી કેપ્ટન રોહિત અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે.

ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય બે મોટી ટૂર્નામેન્ટ જીતવાનું

ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે અને હવે આવતા વર્ષે બે મોટી આઈસીસી ઈવેન્ટ જીતવાની તૈયારીઓ ચાલી રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આ માટે તૈયારીઓ કરી લીધી છે. T20 વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લેનારા ખેલાડીઓ હવે 2025માં યોજાનારી બે મોટી ટૂર્નામેન્ટ જીતવાની તૈયારી શરૂ કરશે. બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું કે, ટીમ ઈન્ડિયાનું આગામી લક્ષ્ય ચેમ્પિયન્સ ટ્રોફી અને આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જીતવાનું છે.

સિનિયર ખેલાડીઓ ચોક્કસ રમશેઃ જય શાહ

જય શાહે અનુભવી વરિષ્ઠ ખેલાડીઓ સાથેની મજબૂત ટીમના મહત્વ પર પ્રકાશ પાડતા વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર ભાર મૂક્યો હતો. જય શાહના જણાવ્યા અનુસાર, "આ ટીમ જે રીતે આગળ વધી રહી છે, અમારો હેતુ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો છે. ત્યાં પણ લગભગ આ જ ટીમ રમશે. ચોક્કસ સિનિયર ખેલાડીઓ હશે.' છેલ્લા એક દાયકામાં ભારતીય ટીમ મોટી ફાઇનલમાં હારવા માટે જાણીતી હતી, પરંતુ છેલ્લા 12 મહિનામાં બે ICC ફાઇનલમાં હાર્યા બાદ ટીમે ચેમ્પિયન બનવાનો દુકાળ ખતમ કરી દીધો છે.

ADVERTISEMENT

ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ ફરીથી જીતવા પર નજર

આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં પાકિસ્તાનની ધરતી પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાની છે. ત્યારબાદ જૂન 2025માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ લંડનના લોર્ડ્સમાં યોજાશે. ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતી હતી. જે બાદ 2017માં ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પાકિસ્તાન સામે હારી ગઈ હતી. ભારત આ ટુર્નામેન્ટ ફરી જીતવા માંગશે.

હવે ટેસ્ટ ચેમ્પિયન બનવાનો વારો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો 2021માં ભારત ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં હારી ગયું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયાએ 2023માં હરાવ્યું હતું. સતત બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હાર્યા બાદ હવે ભારતની નજર આ ટૂર્નામેન્ટ જીતવા પર છે.

ADVERTISEMENT

આ પણ વાંચો- રોહિતની નિવૃત્તિ પછી T20માં કોણ બનશે ભારતીય ટીમનો કેપ્ટન?

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT