Rohit Sharma Records: 'હિટમેન' શર્માને નામ આ બેમિસાલ રેકોર્ડ, ધોની અને કોહલીને પણ છોડ્યા પાછળ

ADVERTISEMENT

Rohit Sharma Records
Rohit Sharma Records
social share
google news

Rohit Sharma Records, ICC T20 World Cup 2024: ભારતે T20 World cup નો જબરદસ્ત આગઝ કર્યો છે. પહેલી જ મેચમાં ભારતીય ટીમને  શરૂઆતની મેચમાં આયર્લેન્ડને 8 વિકેટથી હરાવ્યું હતું. જેમાં મહત્વની ઈનિગ રોહિત શર્મા અને ઋષભ પંતની બેટિંગ તેમજ   જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહની કિલર બોલિંગને કારણે ખૂબ જ શાનદાર જીત મેળવી હતી.

ભારતને જીતવા માટે માત્ર 97 રનનો ટાર્ગેટ મળ્યો હતો

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે માત્ર 97 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેણે 12.2 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ભારતીય ટીમ હવે આ જ સ્થળે 9 જૂને પાકિસ્તાન સામે રમશે. પહેલી મેચમાં રોહિત શર્માએ 37 બોલમાં 52 રનની ઇનિંગ રમી હતી. તે રિટાયર્ડ હર્ટ થયો હતો. તેની ઇનિંગમાં 3 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. જ્યારે ઋષભ પંત 36 રન બનાવીને અણનમ રહ્યો હતો. પરંતુ આ મેચ રમીને રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા.

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિક્સર ફટકારી

રોહિતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 છગ્ગા પૂરા કર્યા છે. તેણે ટેસ્ટમાં 84, વનડેમાં 323 અને T20માં 193 સિક્સર ફટકારી છે. એકંદરે, હિટમેને 499 ઇનિંગ્સમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. ક્રિસ ગેલના નામે 551 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં 553 છગ્ગા છે; જ્યારે શાહિદ આફ્રિદીના નામે 508 ઇનિંગ્સમાં 476 સિક્સર છે.

ADVERTISEMENT

T20 વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા

આ સિવાય રોહિતે આ મેચમાં વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો, તેણે T20 વર્લ્ડ કપમાં 1000 રન પૂરા કર્યા છે.

સૌથી ઓછા બોલમાં 4000 T20 રન બનાવનાર ખેલાડી

રોહિત શર્માએ આ મેચમાં વધુ એક માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. તેણે હવે T20 ક્રિકેટમાં 4000+ રન બનાવ્યા છે. તે સૌથી ઓછા બોલમાં 4000 T20 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. રોહિતે 2860 બોલમાં 4000 રન પૂરા કર્યા. જ્યારે વિરાટ કોહલીએ 2900 બોલમાં અને બાબર આઝમે 3079 બોલમાં આ માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. કોહલીએ 118 T20 મેચોમાં કુલ 4038 રન બનાવ્યા છે, જ્યારે રોહિત શર્માએ 152 T20 મેચમાં 4026 રન બનાવ્યા છે અને બાબર આઝમે 119 મેચમાં આ સિદ્ધિ મેળવી છે.

ADVERTISEMENT

T20માં ભારતની સતત સૌથી વધુ જીત

8 VS બાંગ્લાદેશ (2009-18)
8 VS આયર્લેન્ડ (2009-24)*
7 VS ઓસ્ટ્રેલિયા (2013–17)
7 VS શ્રીલંકા (2016-17)
7 VS વેસ્ટ ઈન્ડિઝ (2018-19)

ADVERTISEMENT

T20I માં સૌથી વધુ બોલ બાકી રાખી ભારતની જીત

81 VS સ્કોટલેન્ડ દુબઈ 2021
64 VS બાંગ્લાદેશ હેંગઝોઉ 2023
59 VS યુએઈ મીરપુર 2016
46 VS આયર્લેન્ડ ન્યૂ યોર્ક 2024*
41 VS ઝિમ્બાબ્વે હરારે 2016

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 4000+ રન

વિરાટ કોહલીઃ ટેસ્ટમાં 8848, વનડેમાં 13848 અને T20માં 4038
રોહિત શર્માઃ ટેસ્ટમાં 4137, વનડેમાં 10709 અને T20Iમાં 4026*
 

    follow whatsapp

    ADVERTISEMENT