Rohit Sharma T20 Retirement: 'કિંગ કોહલી' બાદ રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી, ફેન્સ થયા ભાવુક

ADVERTISEMENT

Rohit Sharma T20 Retirement
રોહિત શર્માએ પણ લીધો મોટો નિર્ણય
social share
google news

Rohit Sharma T20 Retirement: ભારતે શનિવારે સાઉથ આફ્રિકાને કારમી હાર આપીને T20 વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો. જેને લઈને દેશભરમાં જશ્નનો માહોલ છે. આ વચ્ચે એક-એક કરીને બે દિગ્ગજ ભારતીય ક્રિકેટરોએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી. પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે, 'આ તેમની છેલ્લી T20 ક્રિકેટ મેચ હતી' જેના થોડા સમયબાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી. ICCએ પણ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર આ જાણકારી આપી છે. ICCએ લખ્યું, "વિરાટ કોહલી બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે." તેમના આ નિર્ણયથી ફેન્સ ભાવુક થઈ ગયા છે. 

ભારતે T20 વર્લ્ડ કપ જીતી લીધો

વાસ્તવમાં 37 વર્ષીય રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે શનિવારે ઈતિહાસ રચ્યો. ભારતે T20 વર્લ્ડ કપ જીતી લીધો. આ સાથે જ ભારતે ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને જશ્ન મનાવવાની તક મળી. પરંતુ આ પછી વિરાટ કોહલી અને રોહિત શર્માની T20માંથી નિવૃત્તિથી ફેન્સને ઝટકો પણ લાગ્યો.  મેચ બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "આ મારી છેલ્લી મેચ પણ હતી. ગુડબાય કહેવા માટે આનાથી સારો સમય ન હોઈ શકે.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)


આ છે રોહિત શર્માનું T20 રેકોર્ડ કાર્ડ


રોહિત શર્માએ 159 ટી20 ઈન્ટરનેશનલ મેચોમાં ભારત માટે 32.05ની એવરેજ અને 140.89ની સ્ટ્રાઈક રેટથી 4231 રન બનાવ્યા છે. T20 ઇન્ટરનેશનલમાં તેમના નામે 5 સદી અને 32 અડધી સદી છે. આ ફોર્મેટમાં તેનો મહત્તમ સ્કોર અણનમ 121 રન છે. તેઓ 2007માં T20 વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ એક ભાગ હતા અને તેઓ ભારતના એકમાત્ર એવા ખેલાડી છે, જેમણે ભારત માટે બે ટી20 વર્લ્ડ કપ જીત્યા છે. રોહિત શર્માએ ભારત માટે પોતાનું ટી20 ડેબ્યૂ 2007ની વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામેની મેચથી કર્યું હતું. 

ADVERTISEMENT


2022ના ટી20 વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમ રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી, પરંતુ સેમીફાઈનલમાં ટીમને ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી રોહિત શર્માના નેતૃત્વમાં જ ટીમ ઘરેલું મેદાન પર 50 ઓવરના વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી અને અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.

રોહિત શર્માનું T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ કરિયર

કુલ T20 મેચઃ 159
રન બનાવ્યા: 4231
સરેરાશ: 32.05
સ્ટ્રાઈક રેટ: 140.89
સદી: 5
ફિફ્ટીઃ 32
છગ્ગા: 205
ચોગ્ગા: 383

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT