'કોઈએ મારી મદદ ન કરી, મને શંકા છે...', IPL 2024 વચ્ચે Rohit Sharmaનો ચોંકાવનારો ખુલાસો

Gujarat Tak

ADVERTISEMENT

Rohit Sharma
Rohit Sharma
social share
google news

Rohit Sharma: ભારતીય કેપ્ટન રોહિત શર્માની બહાદુરીનો આખી દુનિયાએ સ્વીકાર કર્યો છે, પરંતુ તેના કરિયરમાં એક સમય એવો આવ્યો જ્યારે તેને પોતાની જાત પર શંકા થવા લાગી. તેના જીવનમાં ઘણી મુશ્કેલી આવી. તે તેની કારકિર્દીના નિર્ણાયક તબક્કો હતો અને તે સમયે કોઈએ તેની મદદ કરી ન હતી. Dubai Eye 103.8ને આપેલા ઈન્ટરવ્યુમાં રોહિતે પોતાની 17 વર્ષની ઈન્ટરનેશનલ કારકિર્દી વિશે ખુલીને વાત કરી હતી.

કારકિર્દીના સંઘર્ષ પર શું કહ્યું?

તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કાના સંઘર્ષ અને ઉતાર-ચઢાવ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, તેણે સારા કરતાં ખરાબ સમય વધુ જોયો અને તે ખરાબ સમયમાંથી તેણે ઘણું શીખ્યું. રોહિત કહે છે કે, સફળતામાં મહેનત સિવાય નસીબ પણ મહત્ત્વનું હોય છે અને નસીબનો રોલ હોય છે. ભારતીય કેપ્ટને કહ્યું-

મેં મારા જીવનમાં સારા કરતા ખરાબ સમય વધુ જોયો છે, ભૂતકાળમાં મેં જે ખરાબ સમય જોયા છે તે જ કારણ છે કે હું આજે એક અલગ વ્યક્તિ છું અને તે મને રમતમાં અલગ રીતે મદદ કરે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

રોહિત પોતાના પર શંકા થવા લાગી

રોહિતે કહ્યું કે ,જ્યારે તમે ઘણો ખરાબ સમય જુઓ છો ત્યારે તમે એકદમ અલગ પ્રકારના વ્યક્તિ બની જાઓ છો. રોહિતે કહ્યું કે, જ્યારે તેની કારકિર્દીની શરૂઆત થઈ ત્યારે તેને ટીમમાં વધુ અસર જોવા મળી ન હતી. તે ખૂબ જ મુશ્કેલ હતું. મને મારી જાત પર શંકા થવા લાગી. મેં મારી જાતને પૂછવાનું શરૂ કર્યું કે શું હું અહીં રહેવાને લાયક છું કે નહીં. તે સમયે મને આમાં કોઈએ યોગ્ય મદદ કરી ન હતી.

રોહિતે કહ્યું કે, તેને સમજાઈ રહ્યું નહોતું કે તે પોતાના જીવનમાંથી શું ઈચ્છે છે, તે આ રમતમાંથી શું જોઈએ, જેને તે ખૂબ જ પ્રેમ કરે છે. ભારતીય કેપ્ટને કહ્યું કે, જો ક્રિકેટની સફરની વાત કરીએ તો તે ખૂબ જ શાનદાર હતી. તેને 17 વર્ષ થઈ ગયા છે અને તે હજુ પણ આશાવાદી છે કે તે આગામી કેટલાક વર્ષો સુધી રમશે અને વિશ્વ ક્રિકેટમાં પોતાની છાપ છોડી જશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT