વર્લ્ડકપ વચ્ચે રોહિત શર્માએ 200KMની ઝડપે કાર લેમ્બોર્ગિની કાર દોડાવી! પોલીસે 3 મેમો ફટકાર્યો
Traffic Challan Rohit Sharma: વન-ડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, હાઇવે પર 200 કિમી પ્રતિ…
ADVERTISEMENT
Traffic Challan Rohit Sharma: વન-ડે વર્લ્ડ કપ 2023ની વચ્ચે ભારતીય કેપ્ટન રોહિત શર્માને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, હાઇવે પર 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે તેની લક્ઝરી કાર ચલાવવી હિટમેનને મોંઘી પડી હતી, જેના કારણે તેને ત્રણ મેમો જારી કરવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે (14 ઓક્ટોબર) અમદાવાદમાં પાકિસ્તાન સામે મેચ રમી હતી, ત્યારબાદ રોહિત શર્મા બે દિવસ માટે મુંબઈ આવ્યો હતો. પરંતુ હવે તે બાંગ્લાદેશ સામેની મેચ માટે પુણેમાં ટીમ સાથે જોડાયો છે. મુંબઈથી પુણે જતી વખતે રોહિત શર્માએ 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી હતી.
મુંબઈ-પુણે હાઈવે પર રોહિતની કારે નિયમ તોડ્યો
મીડિયા રિપોર્ટસ ના અહેવાલ મુજબ, રોહિત શર્માએ મુંબઈ-પુણે એક્સપ્રેસવે દ્વારા તેની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસમાં મુંબઈથી પૂણેની મુસાફરી કરી હતી. હાઈવે પર સ્પીડ લિમિટ 100 કિમી પ્રતિ કલાક હતી, પરંતુ ભારતીય કેપ્ટને 200 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે કાર ચલાવી હતી. આ માહિતી ટ્રાફિક અધિકારીઓ દ્વારા અહેવાલમાં આપવામાં આવી હતી. વધુમાં જણાવાયું હતું કે રોહિત શર્માએ ટ્રાફિકના નિયમો તોડ્યા છે.
પોલીસે 3 મેમો જારી કર્યા
ઝડપ અને નિયમો તોડવાને કારણે રોહિત શર્માની કારની નંબર પ્લેટ પર ત્રણ ઓનલાઈન ટ્રાફિક ચલણ જારી કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, થોડા સમય માટે રોહિત શર્માની કારની સ્પીડ 215 કિમી પ્રતિ કલાક પણ હતી. ટ્રાફિક વિભાગના એક સૂત્રએ કહ્યું, “રોહિત શર્મા માટે વર્લ્ડ કપ દરમિયાન હાઇવે પર ડ્રાઇવિંગ કરવું યોગ્ય નથી. તેણે ટીમ સાથે બસમાં મુસાફરી કરવી જોઈએ અને તેની સાથે પોલીસ વાહન હોવું જોઈએ.
ADVERTISEMENT
ભારતની આગામી મેચ 19 ઓક્ટોબરે થશે
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા વિશ્વ કપની આગામી (ચોથી) મેચ બાંગ્લાદેશ સામે ગુરુવાર, 19 ઓક્ટોબરે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમશે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે પ્રથમ ત્રણ મેચ જીતી છે.
ADVERTISEMENT