શું Rohit Sharma IPL 2025માં પંજાબ કિંગ્સમાંથી રમશે? ફેંચાઈઝે આપ્યા મોટા સંકેત
Rohit Sharma IPL 2025 Mega Auction: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
ADVERTISEMENT
Rohit Sharma IPL 2025 Mega Auction: IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. પાંચ વખતની ચેમ્પિયન ટીમ 10મા અને છેલ્લા સ્થાને રહી હતી. IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાએ મુંબઈની કેપ્ટનશીપ કરી હતી. જોકે, હાર્દિક અપેક્ષાઓ પર ખરો ઉતર્યો નહોતો.
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી નહીં રમે?
રોહિત શર્મા આગામી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહેશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. જો રોહિતને રિટેન નહીં કરવામાં આવે તો તે ઓક્શન પૂલમાં પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં રોહિતને ખરીદવા માટે ટીમો વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. પંજાબ કિંગ્સના ક્રિકેટ ડેવલપમેન્ટના વડા અને પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરે આ અંગે નિવેદન આપ્યું છે.
પંજાબ કિંગ્સ રોહિત શર્મા માટે લગાવશે બોલી?
બાંગરે કહ્યું કે, જો રોહિત હરાજી પૂલમાં પ્રવેશ કરશે તો તેના માટે મોટી બોલીઓ લાગશે. આ સિવાય સંકેત આપ્યા કે જો તેમની ટીમ પાસે પૈસા હશે તો તેઓ રોહિતને ખરીદવાનો પૂરો પ્રયાસ કરશે. બાંગરે એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, 'અમારી પાસે પૈસા છે કે નહીં તેના પર નિર્ભર છે. જો રોહિત હરાજીમાં આવશે તો મને વિશ્વાસ છે કે તેને ઊંચી કિંમતે ખરીદવામાં આવશે. રોહિત શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી 257 મેચ રમી છે, જેમાં તેણે 29.72ની એવરેજથી 6628 રન બનાવ્યા છે. તેણે 15 વિકેટ પણ લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT