રોહિત શર્મા ટીમ ઇન્ડિયામાંથી ઢગલાબંધ ખેલાડીઓને બહાર કરવાના મૂડમાં, આપી દીધું મોટું નિવેદન
શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ODI મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયા કોલંબોમાં રમાયેલી છેલ્લી બે ODI મેચ હારી ગઈ હતી અને પરિણામે તેણે શ્રેણી ગુમાવી હતી.
ADVERTISEMENT
Rohit Sharma Statement on Team India Performance: શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ODI મેચ ટાઈ થયા બાદ ટીમ ઈન્ડિયા કોલંબોમાં રમાયેલી છેલ્લી બે ODI મેચ હારી ગઈ હતી અને પરિણામે તેણે શ્રેણી ગુમાવી હતી. આ હાર મોટી છે કારણ કે 27 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે વનડે સીરીઝ હારી છે. તે પણ ત્યારે જ્યારે વિરાટ અને રોહિત જેવા ખેલાડીઓ પણ આ શ્રેણીમાં રમી રહ્યા હતા. આ સિરીઝમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્મા ઘણો ગુસ્સે દેખાઈ રહ્યો છે. તેણે સ્વીકાર્યું કે ટીમના ખેલાડીઓ સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર સારી બેટિંગ કરી શક્યા નથી. રોહિતે ત્યાં સુધી કહ્યું કે, તે ટીમ ઈન્ડિયામાં નવા ખેલાડીઓની પસંદગી કરવામાં જરાય ડરશે નહીં. આમ, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયામાંથી ઢગલાબંધ ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.
શું રોહિત ટીમ ઈન્ડિયામાં નવા ખેલાડીઓ લાવશે?
રોહિત શર્માએ કહ્યું કે, શ્રીલંકાની સ્પિન ફ્રેન્ડલી પિચ પર તેના ખેલાડીઓ સતત બહાદુરીથી રમી શક્યા નથી. આપણે એ વિચારવાની જરૂર છે કે કયા ખેલાડીઓ કઈ સ્થિતિમાં રમી શકે છે. આપણે વિચારવાની જરૂર છે કે આવી પીચો પર કયા ખેલાડીઓ રમી શકે છે, પરંતુ તમારે સતત તકો આપવાની પણ જરૂર છે કારણ કે એક કે બે પ્રસંગોએ સારું પ્રદર્શન કરવું સરળ નથી. આ એક ખરાબ શ્રેણી હતી અને આપણે તેને સ્વીકારવી પડશે.
રોહિતે જણાવ્યું કે ખેલાડીઓએ શું ભૂલ કરી?
રોહિત શર્માએ સ્વીકાર્યું કે ભારતીય ખેલાડીઓમાં વ્યક્તિગત યોજનાઓનો અભાવ હતો. રોહિતે કહ્યું, 'અમને આ પહેલા પણ આવી પિચો મળી છે. બોલ પહેલા પણ ફર્યો છે. ખેલાડીઓએ નેટમાં સખત તાલીમ લીધી હતી, તેઓ જુદા જુદા શોટ રમવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા પરંતુ લય જાળવવાની કળા જાણવી અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે ત્રણ વખત નિષ્ફળ ગયા. અમે પ્રથમ વનડે મેચ જીતી શક્યા હોત.
ADVERTISEMENT
ADVERTISEMENT