'KKR રિલીઝ કરશે તો હું વિરાટ કોહલીની ટીમમાં જઈશ...', સ્ટાર બેટરના નિવેદનથી હડકંપ
રિંકુ સિંહ IPLમાં KKR તરફથી રમે છે. રિંકુ KKR માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. ત્યારે હવે IPL મેગા હરાજી પહેલા, રિંકુ સિંહના એક નિવેદને હલચલ મચાવી દીધી છે. વાસ્તવમાં, રિંકુએ ઈચ્છા વ્યક્ત કરી છે કે જો KKR તેને મેગા ઓક્શનમાં રિલીઝ કરે છે તો તે RCB ટીમમાં સામેલ થવા ઈચ્છશે.
ADVERTISEMENT
Rinku Singh on IPL 2025 Mega Auction : રિંકુ સિંહ IPLમાં KKR તરફથી રમે છે. રિંકુ KKR માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. ત્યારે હવે IPL મેગા હરાજી પહેલા, રિંકુ સિંહના એક નિવેદને હલચલ મચાવી દીધી છે. વાસ્તવમાં, રિંકુએ ઈચ્છા વ્યક્ત કરી છે કે જો KKR તેને મેગા ઓક્શનમાં રિલીઝ કરે છે તો તે RCB ટીમમાં સામેલ થવા ઈચ્છશે. રિંકુએ સ્પોર્ટ્સ ટકને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો છે. રિંકુએ સીધું કહ્યું, "જો KKR મને IPL 2025 ની હરાજી પહેલા રિલીઝ કરે છે, તો હું RCBમાં જવા માંગું છું, તેનું સરળ કારણ છે કે ત્યાં વિરાટ કોહલી છે." રિંકુના આ નિવેદને ચોક્કસપણે KKRના ચાહકોને ચોંકાવી દીધા હશે.
આ ડાબા હાથના ખેલાડીએ 18 ઓગસ્ટ 2023ના રોજ ડબલિનમાં આયર્લેન્ડ સામે ભારત માટે તેની પ્રથમ મેચ રમી હતી. તેણે 19 ડિસેમ્બર 2023ના રોજ દક્ષિણ આફ્રિકા સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. રિંકુએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યાને એક વર્ષ પૂર્ણ થવા પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી છે. રિંકુએ પોતાની પોસ્ટમાં લખ્યું, "સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવીને એક વર્ષ પૂર્ણ થયું છે. વાદળીમાં વિતાવેલી દરેક ક્ષણ માટે આભારી. જય હિંદ."
તમને જણાવી દઈએ કે રિંકુને ટી20 વર્લ્ડ કપ 2024ની વિજેતા ભારતીય ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. આ સ્ટાર બેટ્સમેને છેલ્લે સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં ભાગ લીધો હતો. હવે રિંકુ UP T20 લીગમાં એક્શનમાં જોવા મળશે, જ્યાં તે મેરઠ મેવેરિક્સ ટીમની કેપ્ટનશીપ કરશે. આ ટૂર્નામેન્ટ 25 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહી છે. રિંકુ સિંહની મેરઠની ટીમ પણ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 25મી ઓગસ્ટે રમશે.
ADVERTISEMENT
રિંકુના આઈપીએલ કરિયરની વાત કરીએ તો આ બેટ્સમેને અત્યાર સુધીમાં 45 મેચ રમી છે જેમાં તેણે 893 રન બનાવ્યા છે. IPLમાં રિંકુના નામે 4 અડધી સદી છે. રિંકુએ 2024 IPLમાં 168 રન બનાવ્યા હતા. 2023માં રિંકુનું બેટ જોરદાર બોલતું હતું. રિંકુએ IPL 2023માં 474 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે 2024ની IPL KKR એ જીતી હતી.
ADVERTISEMENT