RCB vs RR:...તો એલિમિનેટર મેચ રમ્યા વગર જ IPLમાંથી બહાર થઈ જશે RCB, કરોડો ફેન્સના દિલોને લાગશે ઝટકો!

ADVERTISEMENT

RCB vs RR Eliminator Weather Report:
જો આવું થશે તો IPLમાંથી બહાર થઈ જશે 'વિરાટ સેના'
social share
google news

RCB vs RR Eliminator Weather Report: IPL 2024ની એલિમિનેટર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. આ મેચને લઈને એક તરફ ફેન્સ ઉત્સાહમાં છે, તો બીજી તરફ ફેન્સને એવી ચિંતા પણ સતાવી રહી છે કે  આ મેચ વરસાદના કારણે ધોવાઈ ન જાય. અત્યાર સુધીમાં IPL 2024માં કુલ 3 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. પરંતુ જો આજની મેચમાં વરસાદનું વિધ્ન નડે છે તો RCB એલિમિનેટર મેચ રમ્યા વિના જ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. એટલે કે જો આવું થશે તો ફરી એકવાર કરોડો દિલ તૂટી જશે.

આ પણ વાંચોઃ ભારતની T20 World Cup સ્ક્વોડમાં થશે મોટો ફેરફાર? આ વિસ્ફોટક ખેલાડીને કરાશે શામેલ!

 

મેચ રદ થાય તો કોને થાય ફાયદો?

આજે જો એલિમિનેટર મેચમાં વરસાદ વિક્ષેપ પાડે, તો ફેન્સે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચની રાહ જોવી પડશે. જો 5 ઓવરની મેચની પરિસ્થિતિ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો RCB બહાર થઈ જશે અને રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે. આવું એટલા માટે કારણ કે જો સુપર ઓવર પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલના રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવે છે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Virat Kohli અને Sanju Samson નું IPL જીતવાનું સપનું તૂટશે! જુઓ Eliminator નો ઇતિહાસ

 

....તો બહાર થઈ જશે RCB

પોઈન્ટ ટેબલમાં સંજુ સેમસનની ટીમ ત્રીજા સ્થાને છે. જો આજે વરસાદના કારણે મેચ રદ થાય તો સંજુ સેમસનની ટીમ આગળ વધશે અને RCB બહાર થઈ જશે. આમ જો વરસાદના કારણે મેચ રદ્દ થાય તો તેનો સીધો ફાયદો રાજસ્થાનને થઈ શકે છે.

ADVERTISEMENT

આજની મેચ પર વિશ્વભરના લોકોની નજર

અત્રે ઉલ્લેખનીય છે કે, આજની મેચ પર દેશ સહિત વિશ્વભરના લોકોની નજર છે, કરોડો ફેન્સ RCB જીતે તેવી આશા રાખી રહ્યા છે. RCB અત્યાર સુધી ટ્રોફી નથી જીતી, જેથી ફેન્સ ઈચ્છે છે કે આ વખતે આરીબીની ટીમ ટ્રોફી જીતે. 

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT