'હાર્દિક પંડ્યાએ મારું સ્લેજિંગ કર્યું', Mumbai Indians ને લઈને RCBના ખેલાડીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
Hardik Pandya-Dinesh Karthik: IPL 2024ની 17મી સીઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ નવી ચેમ્પિયન બની છે. આ સીઝનને ખાસ કરીને કોલકાતાના વર્ચસ્વ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના શાનદાર કમબેક માટે યાદ કરવામાં આવશે.
ADVERTISEMENT
Hardik Pandya-Dinesh Karthik: IPL 2024ની 17મી સીઝન સમાપ્ત થઈ ગઈ છે. આ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ નવી ચેમ્પિયન બની છે. આ સીઝનને ખાસ કરીને કોલકાતાના વર્ચસ્વ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના શાનદાર કમબેક માટે યાદ કરવામાં આવશે. કોલકાતાએ આખી સિઝનમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને આખરે ટાઇટલ જીત્યું. જ્યારે RCBએ દુનિયાને બતાવ્યું કે કેવી રીતે કમબેક કરવું. જોકે એલિમિનેટરમાં આખરે તે બહાર થઈ ગયું હતું.
સીઝન પૂરી થયા બાદ કાર્તિકના પંડ્યા પર આરોપ
પ્રથમ 8 મેચમાંથી 7 હાર્યા બાદ RCBએ સતત છ મેચ જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી હતી. એક સમયે તે છેલ્લા સ્થાને હતી, પરંતુ પછી તેણે ચોથું સ્થાન મેળવીને આ સિઝનમાં તેની સફર સમાપ્ત કરી. RCBના આ પ્રદર્શનમાં સૌથી મોટી ભૂમિકા દિનેશ કાર્તિકની હતી. તેણે પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમને ઘણી મહત્વની જીત અપાવી. રાજસ્થાન રોયલ્સ સામેની એલિમિનેટર મેચ પણ તેની છેલ્લી IPL મેચ હતી. સિઝન પૂરી થયા બાદ દિનેશ કાર્તિકે મોટો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ તેનું સ્લેજિંગ કર્યું હતું.
પંડ્યા લેગ સ્પિનર્સ સામે કાર્તિકને નબળો માનતો
ક્રિકબઝ શોમાં, કાર્તિકે ઓનફિલ્ડ પંડ્યા સાથેની તેની વાતચીત વિશે ખુલાસો કર્યો. તેણે કહ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને તેને સ્લેજ કરવાની કોઈ તક છોડી નથી. એક કિસ્સો શેર કરતી વખતે, કાર્તિકે જણાવ્યું કે પંડ્યાને લાગ્યું કે તે લેગ સ્પિનર સામે નબળો છે.
ADVERTISEMENT
દિનેશ કાર્તિકે કહ્યું, જ્યારે પણ હું બેટિંગ કરવા આવતો ત્યારે પંડ્યા કહેતો કે હવે લેગ સ્પિનર આવ્યો અને તે તેનું થેન્ક્યૂ જ છે, પરંતુ જ્યારે હું તે બોલર સામે કેટલાક સારા શોટ મારતો હતો ત્યારે પંડ્યા કહેતો હતો કે ઠીક છે, લેગ સ્પિનર સામે થોડો સારો થઈ ગયો હોય તેવું લાગે છે.
કાર્તિકે RCB માટે 187ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા
IPLની આ સિઝનમાં રોહિત શર્માએ પણ કાર્તિક સાથે મસ્તી કરી હતી. જ્યારે કાર્તિક મેચમાં બેટિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિતે તેને કહ્યું હતું કે, તેને વર્લ્ડ કપ સિલેક્શન માટે પુશ કરવાનો છે અને તેના મગજમાં વર્લ્ડ કપ છે. આના પર કાર્તિકે કહ્યું કે, તે જાણી જોઈને મને વર્લ્ડકપ રમવાનો ખોટો ભરોસો આપી રહ્યો હતો. દિનેશ કાર્તિકે આ સિઝનમાં 15 મેચમાં 187.36ના સ્ટ્રાઈક રેટ અને 36.22ની એવરેજથી 326 રન બનાવ્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT