IPL 2024: RCBએ કરોડોમાં ખરીદેલા વિસ્ફોટક ઓલરાઉન્ડરને ખતરનાક બીમારી, કહ્યું- હાલ સ્ટેજ 2 ચાલે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Cameron Green chronic kidney disease: ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન બીમાર હોવાના અહેવાલ છે. કેમરોન ગ્રીન છેલ્લા કેટલાક સમયથી કિડનીની ગંભીર બિમારીથી પીડિત હોવાનું બહાર આવ્યું છે. કેમેરોન ગ્રીને ખુલાસો કર્યો છે કે, તેનો જન્મ ક્રોનિક કિડની રોગ સાથે થયો હતો અને એક સમયે તેનું આયુષ્ય માત્ર 12 વર્ષ હતું, પરંતુ પોતાની પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી દરમિયાન આ સમસ્યાનો સામનો કરવામાં તે સફળ રહ્યો છે.

24 વર્ષનો ગ્રીન આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડમાં એશિઝ સિરીઝ દરમિયાન મિચેલ માર્શ આવ્યા બાદ પર્થમાં પાકિસ્તાન સામેની શરૂઆતની ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11માંથી બહાર રાખવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

જન્મથી ગ્રીનને કિડનીની બીમારી

‘7 ક્રિકેટ’ને આપેલા ઈન્ટરવ્યુમાં કેમરૂને કહ્યું કે, જ્યારે હું જન્મ્યો હતો ત્યારે મારા માતા-પિતાને કહેવામાં આવ્યું હતું કે મને કિડનીની ગંભીર બીમારી છે. પરંતુ મને કોઈ લક્ષણો જણાયા ન હતા. મને આ માહિતી તાજેતરના અલ્ટ્રાસાઉન્ડમાંથી મળી છે.

કેમેરૂનની માતા બીયા ટ્રેસીએ કહ્યું, ‘મૂત્રમાર્ગ વાલ્વમાં અવરોધને કારણે પેશાબનો પ્રવાહ કિડનીમાં પાછો આવે છે. તેની પ્રોગ્રેસ યોગ્ય રીતે થઈ રહી નથી. તે ખૂબ જ આઘાતજનક હતું.

ADVERTISEMENT

ગ્રીનની માંદગીની જાણ ત્યારે થઈ જ્યારે તેની માતા બી ટ્રેસીનું ગર્ભાવસ્થાના 19 અઠવાડિયામાં સ્કેન કરવામાં આવ્યું હતું. ગ્રીનના પિતા, ગેરીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં ડર હતો કે તે 12 વર્ષની ઉંમર પછી જીવશે નહીં.

ADVERTISEMENT

કેમેરૂન ગ્રીનને કિડનીની આ સમસ્યા છે

ગ્રીને કહ્યું, ‘ક્રોનિક કિડની રોગ એ મૂળભૂત રીતે તમારી કિડનીના સ્વાસ્થ કાર્યનો એક પ્રોગ્રેસિવ બમારી છે. કમનસીબે, મારી કિડની અન્ય કિડનીની જેમ લોહીને ફિલ્ટર કરતી નથી, તે હાલમાં લગભગ 60% ફિલ્ટર કરે છે, જે સ્ટેજ ટુ છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને ક્રોનિક કિડની ડિસીઝથી શારીરિક રીતે એટલી અસર નથી થતી જેટલી અન્ય લોકો આ જ બીમારીથી થાય છે.

ગ્રીને કહ્યું, ‘ક્રોનિક કિડની ડિસીઝના પાંચ તબક્કા છે, જેમાં સ્ટેજ 1 સૌથી ઓછો ગંભીર છે અને સ્ટેજ 5માં ટ્રાન્સપ્લાન્ટ અથવા ડાયાલિસિસની જરૂર છે. સદભાગ્યે હું સ્ટેજ 2 થી પીડિત છું, જો તમે કિડનીની પૂરતી કાળજી ન લો તો તે આગળ વધે છે. કિડની સારી થઈ શકતી નથી, તેથી તમે મૂળભૂત રીતે રોગને ધીમો કરવા માટે જે કંઈ કરી શકો તે કરવાનો પ્રયાસ કરો.’

ગ્રીનને ક્યારે આ સમસ્યાનો સામનો કરવો પડ્યો?

ગ્રીને કહ્યું કે, તેને આ બીમારીથી ક્યારેય કોઈ સમસ્યા થઈ નથી, પરંતુ ગયા વર્ષે કેર્ન્સમાં ન્યૂઝીલેન્ડ સામેની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમતી વખતે તેણે પાંચ ઓવર બોલિંગ અને 50 ઓવર ફિલ્ડિંગ કર્યા બાદ રન ચેઝમાં અણનમ 89 રન બનાવ્યા હતા, ત્યારે બેટિંગ કરતી વખતે તીવ્ર દુઃખાવો થયો હતો.

IPL 2024 માટે કેમરોન ગ્રીનને ટ્રેડ કરવામાં આવ્યો

મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી આઈપીએલ હરાજીમાં કેમેરોન ગ્રીનને 17.50 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો હતો. હવે મુંબઈએ હાર્દિક પંડ્યાને સામેલ કરવા માટે ગ્રીનનો સાથ છોડી દીધો છે. ગ્રીન હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતો જોવા મળશે. ગ્રીનના ટ્રેડિંગને કારણે મુંબઈના પર્સમાં 17.50 કરોડ રૂપિયા આવ્યા.

    follow whatsapp

    ADVERTISEMENT