રવિન્દ્ર જાડેજાનું 'ઠેકાણું', ફાર્મ હાઉસ પર માણી મોજ, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
જામનગર પાસે રવિન્દ્ર જાડેજાનું અદભુત ફાર્મ હાઉસ આવેલું છે. જેમાં ઘોડા, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. જ્યારે ફાર્મ હાઉસના ગેટ પર આરજે લખેલું છે. જ્યારે ચાહકો અહીં આવે છે ત્યારે ફોટો પડાવવાનું ભૂલતા નથી. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ ઘણીવાર મિત્રો સાથે અહીં મજા માણતો હોય છે. ત્યારે હવે જાડેજા હાલ પોતાના ફાર્મ હાઉસ પર નિરાંતની મોજ માણી રહ્યો છે.
ADVERTISEMENT
Ravindra Jadeja Farm House : જામનગર પાસે રવિન્દ્ર જાડેજાનું અદભુત ફાર્મ હાઉસ આવેલું છે. જેમાં ઘોડા, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ છે. જ્યારે ફાર્મ હાઉસના ગેટ પર આરજે લખેલું છે. જ્યારે ચાહકો અહીં આવે છે ત્યારે ફોટો પડાવવાનું ભૂલતા નથી. જ્યારે રવિન્દ્ર જાડેજા પણ ઘણીવાર મિત્રો સાથે અહીં મજા માણતો હોય છે. ત્યારે હવે જાડેજા હાલ પોતાના ફાર્મ હાઉસ પર નિરાંતની મોજ માણી રહ્યો છે.
જાડેજાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી 'ઠેકાણું' બતાવ્યું
રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર ફાર્મ હાઉસમાં મજા માણતા હોવાના કેટલાક ફોટો શેર કર્યા છે. ઝાડ નીચે ખાટલા પર નિરાંતનો દમ ખેંચતા નજરે પડી રહ્યા છે. તસ્વીર પોસ્ટ કરી તળપદી ભાષામાં કેપ્શનમાં 'ઠેકાણું' લખ્યું છે.
જણાવી દઈએ કે, જ્યારે તે ક્રિકેટ ન રમતો હોય ત્યારે તે ફાર્મ હાઉસમાં ઘોડા સાથે સમય વિતાવે છે. તેમને ઘોડા પાળવાનો શોખ છે અને તેમની પાસે અડધો ડઝનથી વધારે ઘોડા-ઘોડી છે. જાડેજા અવારનવાર ફાર્મ હાઉસ પર આવતો રહે છે.
ADVERTISEMENT
(ઇનપુટ : દર્શન ઠક્કર)
ADVERTISEMENT