T20I Rankings: T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રવિ બિશ્નોઈ છવાયો, રાશિદને પાછળ છોડી બન્યો વર્લ્ડ નંબર-1
Ravi Bishnoi: T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાને એક ભારતીય બોલરનું નામ સામે આવ્યું છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રાશિદ ખાનને પાછળ…
ADVERTISEMENT
Ravi Bishnoi: T-20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં ટોચના સ્થાને એક ભારતીય બોલરનું નામ સામે આવ્યું છે. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ ICC T20 ઈન્ટરનેશનલ રેન્કિંગમાં રાશિદ ખાનને પાછળ છોડી પ્રથમ સ્થાને પહોંચી ગયો છે.
𝘽𝙚𝙙𝙖𝙯𝙯𝙡𝙞𝙣𝙜 𝘽𝙞𝙨𝙝𝙣𝙤𝙞!
— BCCI (@BCCI) December 6, 2023
Congratulations to Ravi Bishnoi on becoming the ICC Men's Number 1⃣ T20I bowler 👏👏#TeamIndia pic.twitter.com/2V63mgolyB
રાશિદ ખાનને પછાડી નંબર 1 બોલર બન્યો રવિ બિશ્નોઈ
તાજેતરમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની T20 સિરીઝ રમાઈ હતી. આ સિરીઝમાં ભારતીય ટીમે 4-1થી સિરીઝ પર વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનર રવિ બિશ્નોઈ આ સિરીઝમાં ઘાતક બોલિંગ કરી અને મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. આ વચ્ચે ICC T20 રેન્કિંગની નવી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતીય બોલર રવિ બિશ્નોઈએ રાશિદ ખાનને પછાડી નંબર 1 બોલર પર પોતાનું સ્થાન જમાવ્યું છે.
ADVERTISEMENT
ICC T20 રેન્કિંગની યાદી
હાલ રવિ બિશ્નોઈના ખાતામાં 699 પૉઈન્ટ છે. જયારે રાશિદ ખાનના 692 પૉઈન્ટ છે એટલે કે રવિ બિશ્નોઈ તેનાથી 7 રેટિંગ પોઈન્ટ આગળ છે. જયારે આ યાદીમાં શ્રીલંકાના વાનિન્દુ હસરંગા ત્રીજા સ્થાને, આદિલ રાશિદ ચોથા અને મહિષ તીક્ષાના પાંચમા સ્થાને છે. એટલેકે આ યાદીમાં ટોપ 5 ના સ્થાને તમામ સ્પિનરો રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિ બિશ્નોઈએ કુલ 34 વિકેટ ઝડપી
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રવિ બિશ્નોઈએ ડેબ્યૂ કર્યું હતું. ફેબ્રુઆરી 2022માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી જ મેચમાં તે ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યો હતો. અત્યાર સુધીના તેણે 21 મેચ રમી છે અને 17.38ની બૉલિંગ એવરેજ અને 7.14ના ઈકોનોમી રેટથી કુલ 34 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT