વિદાય મેચ પહેલા દ્રવિડે કોહલીના ખરાબ ફોર્મ પર કરી નાખી મોટી વાત, ટીમને પણ આપી સલાહ
ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂને ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ મેચ બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર યોજાવાની છે.
ADVERTISEMENT
Rahul Dravid on T20 World Cup 2024 Final and Virat Kohli : ભારતીય ક્રિકેટ ટીમ 29 જૂને ICC T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે તૈયાર છે. આ મેચ બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર યોજાવાની છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આ મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ વિશે વાત કરી હતી. આ સાથે જ રાહુલ દ્રવિડે વિરાટ કોહલીના ફોર્મ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
'રિલેક્સ રહો, જે મોમેન્ટ છે તેમાં રહો'
29 જૂને રમાનાર રાહુલ દ્રવિડની ફાઇનલ મેચ કોચ તરીકે તેની છેલ્લી મેચ હશે. ત્યારબાદ દ્રવિડ આ પદ છોડી દેશે. દક્ષિણ આફ્રિકા સાથેની શાનદાર મેચ પહેલા દ્રવિડે કહ્યું- રિલેક્સ રહો, જે મોમેન્ટ છે તેમાં રહો, બહુ આગળ વિચારવાની જરૂર નથી, ન તો બહુ પાછળનું વિચારવાની જરૂર છે. બસ પ્લાન પર ચાલવાનો પ્રયાસ કરો. તમારે માત્ર સારી મેચ રમવાની જરૂર છે.
ADVERTISEMENT
દ્રવિડે વધુમાં કહ્યું કે અન્ય ટીમ (દક્ષિણ આફ્રિકા) પણ શાનદાર છે. તેમની પાસે ઘણા મહાન ખેલાડીઓ પણ છે. હું ઈચ્છું છું કે ટીમ એન્જોય કરે.
વિરાટ કોહલી પર રાહુલ દ્રવિડે શું કહ્યું?
ગુયાના (જ્યોર્જટાઉન)માં સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 68 રનથી જીત મેળવ્યા બાદ વિરાટ કોહલી પર દ્રવિડે કહ્યું, 'તમે વિરાટની વાત જાણો છો કે જ્યારે તમે થોડી વધુ જોખમી ક્રિકેટ રમો છો એવું બને છે કે વસ્તુઓ સફળ થતી નથી. દ્રવિડે વધુ હસીને કહ્યું કે તે (કોહલી) સારૂ પ્રદર્શન કરી રહ્યો છે અને મોટી ઇનિંગ્સનો હકદાર છે, જે જ્યારે ભારત ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે ત્યારે જોવા મળી શકે છે.
ADVERTISEMENT
આ પહેલા ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે 27 જૂન (ગુરુવારે) સેમિફાઇનલ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકાએ સેમીફાઈનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT