Rahul Dravid: દ્રવિડે BCCI એ આપેલ 5 કરોડ રૂપિયા કેમ ન લીધા? ચેમ્પિયયન કોચના નિર્ણયથી દિલ ગાર્ડન-ગાર્ડન થઈ જશે!
ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને ચેમ્પિયન બન્યા બાદ BCCI દ્વારા 5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. આ એ જ રકમ છે જે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓને આપવામાં આવી છે.
ADVERTISEMENT
Rahul Dravid refused Rs 2.5 crore extra bonus: ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડને ચેમ્પિયન બન્યા બાદ BCCI દ્વારા 5 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. આ એ જ રકમ છે જે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીઓને આપવામાં આવી છે. પરંતુ પ્રાપ્ત થતી માહિતી અનુસાર, 51 વર્ષીય પૂર્વ હેડ કોચે BCCI પાસેથી વધારાનું બોનસ લેવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં તેણે માત્ર 2.5 કરોડ રૂપિયા પોતની પાસે રાખ્યા. બાકીની 50 ટકા રકમ એટલે કે 2.5 કરોડ રૂપિયા કોચિંગ સ્ટાફના બાકી રહેલા સભ્યોને આપી દીધા.
દ્રવિડે ફરીથી દિલ જીતી લીધું
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલને બાકીના સપોર્ટ સ્ટાફ જેટલો જ બોનસ જોઈએ છે, જે 2.5 કરોડ રૂપિયા છે. અન્ય કોચિંગ સ્ટાફમાં બોલિંગ કોચ પારસ મ્હામ્બરે, ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડના નામ સામેલ છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, BCCIએ જીત બાદ ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયા ઈનામ તરીકે આપ્યા છે. જેમાં 15 ખેલાડીઓ અને મુખ્ય કોચ દ્રવિડને 5-5 કરોડ રૂપિયા મળ્યા છે. અને બાકીના ત્રણ કોચને 2.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ વધારાના બોનસ લેવાનો ઇનકાર કરી દ્રવિડે ફરી એકવાર દિલ જીતી લીધું છે.
4 રિઝર્વ ખેલાડીઓને પણ એક એક કરોડ મળ્યા
તમને જણાવી દઈએ કે, BCCI દ્વારા મળેલી 125 કરોડ રૂપિયાની ઈનામી રકમમાં તે 4 રિઝર્વ ખેલાડીઓ પણ સામેલ છે જેમને પસંદગીકારોની સાથે 1 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે બેકરૂમ કોચિંગ સ્ટાફ એટલે કે ત્રણ ફિઝિયોથેરાપિસ્ટ, ત્રણ થ્રોડાઉન નિષ્ણાત, બે માલિશ કરનારા અને સ્ટ્રેન્થ કન્ડીશનીંગ કોચને 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દ્રવિડનો યુગ પૂર્ણ
તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને નવેમ્બર 2021માં ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયા સાથે 2.5 વર્ષથી વધુ સમય પસાર કર્યો. તેની છેલ્લી મેચમાં, રાહુલ દ્રવિડના કોચિંગ હેઠળ, ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 17 વર્ષની આતુરતાનો અંત આવ્યો છે. દ્રવિડ બાદ હવે ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો નવો હેડ બનાવવામાં આવ્યા છે. ગંભીર 2007 અને 2011નો વર્લ્ડ કપ વિજેતા ખેલાડી છે. ગંભીર ડિસેમ્બર 2027 સુધી ટીમ ઈન્ડિયાનો કોચ રહેશે.
ADVERTISEMENT