IPLમાં પૃથ્વી શૉને સપોર્ટ કરવા પહોંચેલી આ બ્યૂટીફૂલ ગર્લ કોણ છે? મેદાન પર ઈશારાથી બંને વાત કરતા દેખાયા
ધર્મશાળા: ભલે IPL 2023 (IPL 2023) ની શરૂઆતની સિઝન પૃથ્વી શૉ માટે સારી ન રહી હોય. પરંતુ આ સિઝનના અંતમાં પૃથ્વી શૉએ કદાચ તેનું ફોર્મ…
ADVERTISEMENT
ધર્મશાળા: ભલે IPL 2023 (IPL 2023) ની શરૂઆતની સિઝન પૃથ્વી શૉ માટે સારી ન રહી હોય. પરંતુ આ સિઝનના અંતમાં પૃથ્વી શૉએ કદાચ તેનું ફોર્મ પાછું મેળવી લીધું છે. જો કે, લાંબા સમય પછી તેનું ફોર્મ પાછું આવ્યું અને દિલ્હી કેપિટલ્સ ટીમ IPL 2023 પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. પરંતુ દિલ્હીના મેનેજમેન્ટે પૃથ્વી પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેને ઘણી મેચોમાં બહાર બેસાડ્યા બાદ પંજાબ સામેની મેચમાં ફરીથી તક આપી હતી. પૃથ્વીએ આ તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને જોરદાર ફિફ્ટી ફટકારી. મેચ દરમિયાન તે એક મહિલાને મળતો પણ જોવા મળ્યો હતો. જેની તસવીર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે.
શૉને મળ્યું લેડી લક
હકીકતમાં, જ્યારે પૃથ્વી શો ધર્મશાળાના મેદાનમાં પંજાબ કિંગ્સ સામે ઝડપી બેટિંગ કરી રહ્યો હતો. તે જ સમયે, એક યુવકતી પૃથ્વી શૉને તેના દરેક શોટ પર સ્ટેન્ડમાં સપોર્ટ કરી રહી હતી. શોએ 142.11ની સ્ટ્રાઈક રેટથી 38 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. શૉ પણ તેની ઇનિંગ્સ પછી તે યુવતીને મળવા ગયો હતો. આ યુવતીનું નામ છે નિધિ તાપડિયા. જે તેને સપોર્ટ કરવા માટે ધર્મશાલ ગ્રાઉન્ડમાં જોવા મળી હતી. નિધિએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરી બનાવીને તમામ તસવીરો શેર કરી હતી અને દિલના ઈમોજી સાથે લખ્યું હતું, શું શૉ છે. તેની સ્ટોરીને પૃથ્વી શૉએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે.
ADVERTISEMENT
કોણ છે નિધિ તાપડિયા?
નિધિ તાપડિયા વિશે વાત કરીએ તો તે એક એક્ટ્રેસ અને મોડલ છે. તે નાસિકની રહેવાસી છે. પૃથ્વી શૉ અને નિધિ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. બંને એકબીજા સાથે તસવીરો પોસ્ટ કરતા રહે છે. નિધિ ફેમસ ક્રાઈમ શો સીઆઈડીનો પણ ભાગ રહી ચુકી છે. જો કે, અત્યાર સુધી બંનેએ તેમના સંબંધો વિશે સત્તાવાર કંઈ કહ્યું નથી. ગયા વેલેન્ટાઈન ડે પર શૉએ નિધિ સાથે એક ફોટો શેર કર્યો હતો. પરંતુ બાદમાં તેને ડિલિટ કરી નાખ્યો હતો. હવે નિધિ મેદાનમાં આવીને શૉને સપોર્ટ કરે છે તે તેમના સંબંધો વિશે મોટો સંકેત આપે છે. હાલ તો કંઈ કહી શકાય તેમ નથી પરંતુ આ બંને વિશે ચારેબાજુ અફવા ફેલાયેલી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT