PM મોદીની ટીમ ઈન્ડિયા સાથે મુલાકાત, રોહિત-દ્રવિડના હાથમાં સોંપી T20 વર્લ્ડકપની ટ્રોફી, જુઓ VIDEO

ADVERTISEMENT

ભારતીય ટીમ સાથે PM મોદી
Team India
social share
google news

Team India Return, Welcome Ceremony: તારીખ 29 જૂન 2024... T20 વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું. આ રીતે ભારતીય ટીમ આ ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની છે. 29 જૂને રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને રોમાંચક રીતે હરાવ્યું હતું. બ્રિજટાઉન (બાર્બાડોસ)ના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં આ જીત સાથે, ભારતે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો. આ જીત બાદ ભારતીય ટીમ આજે પોતાના વતન પરત ફરી હતી. ટીમ ઈન્ડિયાના સભ્યો આજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.  

ભારતીય ટીમ PMને મળી

વડાપ્રધાન મોદી વર્લ્ડ ચેમ્પિયન વિજેતા ટીમ ઈન્ડિયાને મળ્યા હતા. આ મીટિંગનો એક ખાસ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પીએમ મોદી ખેલાડીઓને મળતા, તેમની સાથે વાતચીત કરતા અને અનુભવો શેર કરતા જોઈ શકાય છે. વર્લ્ડકપ જીત્યા બાદ ખેલાડીઓની આ PM મોદી સાથે પ્રથમ મુલાકાત હતી.

સાંજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાની વિજય પરેડ

ભારતીય ક્રિકેટ ટીમ મુંબઈ જવા માટે દિલ્હી એરપોર્ટ પર જઈ રહી છે, જ્યાં મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમમાં વિજય પરેડ યોજાવાની છે. આ ટીમ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. હવે ટીમ ઈન્ડિયા સાંજે મુંબઈમાં વિજય પરેડમાં ભાગ લેશે.

ADVERTISEMENT

ક્યાંથી ક્યાં યોજાશે રોડ શો?

ટીમ ઈન્ડિયાનો રોડ શૉ સાંજે 5 વાગ્યે શરૂ થશે, આ રોડ શૉ લગભગ 2 કલાક ચાલશે. વિજેતા ટીમનો આ રોડ શૉ નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA)થી શરૂ થશે અને વાનખેડે સ્ટેડિયમ સુધી ચાલશે. આ પછી સાંજે 7 વાગ્યાથી 7:30 દરમિયાન એક કાર્યક્રમ દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.

    follow whatsapp

    ADVERTISEMENT