PM મોદીએ બ્રોન્ઝ મેડલ જીતનાર 'સ્ટાર શૂટર ' Manu Bhaker ને કર્યો ફોન, વાતચીતનો Video આવ્યો સામે

ADVERTISEMENT

PM Modi-Manu Bhaker
PM Modi-Manu Bhaker
social share
google news

PM Modi-Manu Bhaker: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનાર સ્ટાર શૂટર મનુ ભાકરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ મેડલ સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખુલ્યું છે. મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. શૂટિંગમાં કોઈ મેડલ જીતનારી મનુ પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.

પીએમ મોદીએ મનુ ભાકરને ફોન પર અભિનંદન પાઠવ્યા

મનુ ભાકરને ફોન પર અભિનંદન આપવાની સાથે પીએમ મોદીએ અન્ય સાથી ખેલાડીઓની હાલત પણ પૂછી હતી. પીએમ મોદીએ મનુને કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો હતો, પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી અને મેડલ જીત્યો.

'પોઈન્ટ વન (.1)ને કારણે સિલ્વર મેડલ રહ્યો'

પીએમ મોદીએ ફોન પર કહ્યું, 'તમને ખૂબ ખૂબ અભિનંદન. તમારી સફળતાના સમાચાર સાંભળ્યા પછી, હું ઉત્સાહિત અને ખુશ છું. જોકે સિલ્વર મેડલ પોઈન્ટ વન (.1)ને કારણે રહ્યો હતો. પરંતુ તેમ છતાં તમે દેશને ગૌરવ અપાવ્યું. તમને બે પ્રકારની ક્રેડિટ મળી રહી છે. પ્રથમ, તમે બ્રોન્ઝ મેડલ લાવ્યા છો અને શૂટિંગમાં મેડલ લાવનાર ભારતની પ્રથમ મહિલા છો. મારા તરફથી અભિનંદન. તેણે કહ્યું, 'જુઓ, ટોક્યો ઓલિમ્પિકમાં રાઈફલે તમારી સાથે દગો કર્યો. પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી લીધી છે. મને પુરી આશા છે કે તમે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશો, શરૂઆત ખૂબ જ સારી છે, તેના કારણે તમારો ઉત્સાહ પણ વધશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. તેનાથી દેશને પણ ફાયદો થશે. શું બીજા બધા સાથીઓ ત્યાં ખુશ છે? તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમે ઘરના લોકો સાથે વાત કરી? તમારા પિતા પણ ખૂબ ખુશ થશે કારણ કે તેમણે તમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT