Lin Yu-ting, Imane Khelif: સ્ત્રી કે પુરુષ? ઓલિમ્પિકમાં બે બોક્સર લિંગ ટેસ્ટમાં ફેલ, જાણો શું છે સમગ્ર મામલો

ADVERTISEMENT

Lin Yu-ting, Imane Khelif
Lin Yu-ting, Imane Khelif
social share
google news

Lin Yu-ting, Imane Khelif Gender tests: પેરિસ ઓલિમ્પિક (2024)માં અલ્જેરિયાના ટ્રાન્સજેન્ડર બોક્સર ઈમાને ખલીફનો મામલો હજુ પત્યો નથી, ત્યાં હવે અન્ય એક ખેલાડી લિન યુ-ટિંગના લિંગ સાથે જોડાયેલો મામલો સામે આવ્યો છે. તાઈવાનની બોક્સર લિન યુ-ટીંગને આજે બીજી મેચ રમવાની છે, તે લિંગ ટેસ્ટમાં ફેલ થઈ છે. જો કે તેમ છતાં તે પોતાની મેચ રમશે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન તાઈવાનની લિન યુ-ટિંગ ઈમાને ખલીફા પછી તેની બીજી ઓલિમ્પિકમાં ભાગ લેશે. તે 57 કિગ્રા વર્ગમાં ઉઝબેકિસ્તાનની સિટોરા તુર્દીબેકોવા સાથે સ્પર્ધા કરશે.

ખલીફા અને લીન બંનેના લિંગ પર ઉઠયા સવાલ

ખલીફા અને લીન બંને ગયા વર્ષની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં લિંગ પાત્રતાના માપદંડમાં નિષ્ફળ ગયા હતા. 25 વર્ષીય ખલીફામાં પુરુષ XY રંગસૂત્રો છે. જ્યારે આ બંને બોક્સરની ઓળખ તેમના પાસપોર્ટમાં મહિલાના નામે નોંધાયેલી છે. મહિલાઓની 57 કિગ્રા ફેધરવેટ કેટેગરીમાં ટોચની ક્રમાંકિત લિનને ટર્ડીબેકોવા સાથેની ટક્કર પહેલા પ્રથમ રાઉન્ડમાં બાય મળી છે.

લિન યુ-ટીંગની કારકિર્દી

લીનની વાત કરીએ તો તે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં જીત્યા બાદ પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ હતી. લીને 2018માં તેનું પ્રથમ વિશ્વ ખિતાબ જીત્યું હતું અને 2013માં યુથ વર્લ્ડ ચેમ્પિયન બની હતી.

ADVERTISEMENT

ઈમાન ખલીફાના મુકાબલા પર ચર્ચા 

અલ્જેરિયાના ખલીફાએ ઓલિમ્પિકમાં તેની સ્પર્ધા પછી સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી હતી. ખલીફાની પ્રતિસ્પર્ધી, ઇટાલીની એન્જેલા કેરિનીએ ગુરુવારે (1 ઓગસ્ટ) 46 સેકન્ડ પછી મેચ છોડી દીધી અને કહ્યું કે તેણીએ તેના જીવનમાં ક્યારેય આવા શક્તિશાળી મુક્કાઓનો સામનો કર્યો નથી. ઈમાન ખલીફા, જે ટ્રાન્સજેન્ડર છે, તે 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં લિંગ પાત્રતાના માપદંડને પૂર્ણ કરી શકી ન હતી અને તે બહાર થઈ ગઈ હતી. પરંતુ આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં લિંગ-સમાનતાનો મુદ્દો છે, તેથી જ તેને એન્ટ્રી મળી છે.

ખલીફા અને લિન બે વખતના ઓલિમ્પિયન

ખલીફા અને લિન બે વખતના ઓલિમ્પિયન છે જેમણે ટોક્યો ગેમ્સમાં ભાગ લીધો હતો. આઇઓસી (આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ) એ આ અઠવાડિયે વારંવાર બોક્સરના હક્કનો બચાવ કર્યો હતો. આ વર્ષે, પ્રથમ વખત, ઓલિમ્પિક બોક્સિંગમાં લિંગ સમાનતા આવી છે, જેમાં પેરિસમાં 124 પુરૂષો અને 124 મહિલાઓએ ભાગ લીધો હતો. IOCના પ્રવક્તા માર્ક એડમ્સે મંગળવારે કહ્યું, 'મહિલા વર્ગમાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓ સ્પર્ધાના પાત્રતા નિયમોનું પાલન કરે છે.'

ADVERTISEMENT

રિયોના નિયમોના આધારે, બોક્સરોનો સમાવેશ...

આઇઓસીએ જણાવ્યું હતું કે તેણે 2016 રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં લિંગ-સંબંધિત નિયમોના આધારે બોક્સરોની પાત્રતા પર નિર્ણય કર્યો હતો. વર્લ્ડ એક્વેટિક્સ, વર્લ્ડ એથ્લેટિક્સ અને ઇન્ટરનેશનલ સાયકલિંગ યુનિયન સહિત અનેક રમતોએ છેલ્લા ત્રણ વર્ષમાં તેમના લિંગ-સંબંધિત નિયમો અપડેટ કર્યા છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT