દેશની દિકરીએ રંગ રાખ્યોઃ બે-બે મેડલ જીતીને ભારત પહોંચેલી મનુ ભાકરનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

ADVERTISEMENT

Welcome મનું 'ધાકડ'
Paris Olympics 2024
social share
google news

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગ (paris olympics shooting) માં ડબલ મેડલ જીત્યા બાદ શૂટર મનુ ભાકર (Manu Bhaker) બુધવારે 7 ઓગસ્ટની સવારે દિલ્હી પહોંચ્યા હતા. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે હજારો લોકો એરપોર્ટની બહાર પહોંચ્યા હતા. કોઈએ ફૂલોની વર્ષા કરી તો કોઈએ ઓલિમ્પિક મેડલ વિજેતાને હાર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. 

એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

નવી દિલ્હીના એરપોર્ટના ટર્મિનલ 3ના  VIP ગેટથી તેઓ બહાર નીકળ્યાં, જ્યાં હજારોની સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે તૈયાર ઉભા હતા. ટોક્યો ઓલિમ્પિકમાં તેમની પિસ્તોલએ તેમને દગો આપ્યો હતો, પરંતુ આ વખતે તેઓ સાચો અને સટીક નિશાન લગાવનું ચૂક્યા નહીં. તેમણે દેશવાસીઓને નિરાશ ન કર્યા. પેરિસ ઓલિમ્પિકમાં મેડલનું ખાતું પણ તેમણે જ ખોલ્યું હતું.

2 મેડલ જીતીને ઈતિહાસના પાનામાં નોંધાવ્યું નામ

22 વર્ષીય મનુ ભાકરે વુમેન્સની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં તેમણે સરબજોત સિંહની સાથે મળીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની પાસે એક જ ઓલિમ્પિકમાં ત્રણ મેડલ જીતવાની તક હતી, પરંતુ મનુ ભાકર 25 મીટર પિસ્તોલ મહિલા ઈવેન્ટની ફાઈનલમાં ચોથા સ્થાને રહ્યા. આ રીતે તેઓ મેડલની હેટ્રિકથી ચૂકી ગયા, પરંતુ તેમ છતાં તેમણે બે મેડલ જીતીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવ્યું.

ADVERTISEMENT

મેડલ જીતનાર ભારતના પ્રથમ મહિલા શૂટર 

મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવીને ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતના પ્રથમ મહિલા શૂટર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. ત્યારબાદ તેઓએ મિશ્રિત 10 મીટર એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો અને આ રીતે તેઓ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયા. તેમણે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT