પાકિસ્તાની પ્લેયર્સને મળે છે આટલી સેલરીઃ ઈન્ડિયન ક્રિકેટર્સની સામે કેટલું? જાણો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ભારતનનું ક્રિકેટ બોર્ડ એટલે કે બીસીસીઆઈની વાત કરીએ તો તે દુનિયાનું સૌથી ધનિક બોર્ડ છે. બોર્ડ પોતાના ખેલાડીઓ પર અધધધ નાણાં ખર્ચ કરે છે અને સુવિધાઓ એ વન ક્લાસની આપે છે. બીસીસીઆઈના એન્યુએઅલ કોન્ટ્રાક્ટમાં કેટેગરી હોય છે અને તે કેટેગરી પ્રમાણે ખેડાલીઓને પગાર અપાય છે જેમાં, A+, A, B, C પ્રમાણે છે. જ્યારે પાકિસ્તાનમાં સ્થિતિને જોતા હાલમાં જ પાક. ક્રિકેટ બોર્ડે પોતાના કોન્ટ્રાક્ટમાં ફેર બદલ કરવાનું નક્કી કર્યું છે. જેમાં ખેલાડીઓને તે 4 કેટેગરીમાં ડિવાઈડ કરશે.

ભારતીય પ્લેયર્સને કેટલી કમાણી?

આ કેટેગરી અંગે ચાલી રહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાબર આઝમ, મહોમ્મદ રિઝવાન અને શાહીન શાહ અફ્રિદીને A કેટેગરીમાં રખાયા છે. ત્યારે આપણે જાણીએ કે ભારતના કયા પ્લેયર્સ કઈ કેટેગરીમાં છે, જ્યારે તેમને કેટલી સેલરી મળે છે. આપણે A+ની કેટેગરીની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, વિરાટ કોહલીને આ કેટેગરીમાં સમાવાયા છે. જેમને વર્ષના 7 કરોડની આવક થાય છે. તેમને દર મહિને 58.3 લાખ રૂપિયા સેલેરી મળે છે. ઉપરાંત પ્રતિ દિવસ બીસીસીઆઈ 1.9 લાખ રૂપિયા આપે છે.

ગુજરાતના સપૂત વીર મહિપાલસિંહ વાળાની આજે અંતિમયાત્રાઃ સંતાનનો ચહેરો જોતા પહેલા આંખો મીચી

પાકિસ્તાની પ્લેયર્સને કેટલી કમાણી?

જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કોન્ટ્રાક્ટમાં A+ ધરાવતા પ્લેયર્સને વર્ષે 1.5 કરોડ રૂપિયા પગાર મળે છે. પ્રતિ મહિને 12.5 લાખની કમાણી થાય છે. ઉપરાંત પીસીબી તેમને દિવસના 41 હજાર રૂપિયા આપે છે. મતલબ કે ભારતની તુલનામાં ક્યાંય દૂર દૂર સુધી પાકિસ્તાની ખેલાડીઓની કમાણી નથી. જોકે હાલના કોન્ટ્રાક્ટ પ્રમાણે પાકિસ્તાની પ્લેયર્સની આવકમાં વધારો કરાયો છે પરંતુ ભારતીય પ્લેયર્સની સામે તેમની કમાણી અત્યંત ઓછી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT