‘બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને હરાવી તો હું…’, ભારત સામે હારનો બદલો લેવા પાકિસ્તાની એક્ટ્રેસે મૂકી ઓફર

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs BAN ODI World Cup 2023: પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ (Sehar Shinwari) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે જે વાયરલ થઈ રહી છે. વાસ્તવમાં, ભારતીય ટીમની આગામી મેચ આજે બાંગ્લાદેશની ટીમ (IND vs BAN) સાથે થવાની છે. આ પહેલા પાકિસ્તાની એક્ટ્રેસે ભારત સામેની હારનો બદલો લેવા માટે વિચિત્ર ઓફર મૂકી દીધી છે.

પાક એક્ટ્રેસે શું ઓફર મૂકી?

અભિનેત્રી સેહર શિનવારીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે તેણે પોસ્ટ કરી અને લખ્યું, “ઇન્શાલ્લાહ મારા બંગાળી ભાઈ આગામી મેચમાં બદલો લેશે… જો તેમની ટીમ ભારતને હરાવવામાં સફળ થશે તો હું ઢાકા જઈશ અને બંગાળી છોકરા સાથે ફિશ ડિનર ડેટ કરીશ.” સેહર શિનવારીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આના પર ચાહકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ADVERTISEMENT

આજે પુણેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ

તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે પુણેમાં મેચ યોજાવા જઈ રહી છે. ભારતીય ટીમે તેની ત્રણેય મેચ જીતી છે. હવે ભારત માટે સેમીફાઈનલનો રસ્તો આસાન થતો જણાઈ રહ્યો છે. જો ભારત બાંગ્લાદેશ સામે પણ જીત મેળવવામાં સફળ રહે છે તો ભારત માટે સેમીફાઈનલનો રસ્તો ખુલશે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પહોંચવા માટે કોઈપણ ટીમને ઓછામાં ઓછી 7 મેચ જીતવી જરૂરી છે.

જો ભારત અને બાંગ્લાદેશની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે 40 મેચ રમાઈ છે જેમાં ભારતે 31માં જીત મેળવી છે, આ સિવાય બાંગ્લાદેશની ટીમ 8 મેચ જીતવામાં સફળ રહી છે. એક મેચમાં પરિણામ આવ્યું નથી. તમને જણાવી દઈએ કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં 19 ઓક્ટોબરે યોજાનારી મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT