PAKvsNED : પાકિસ્તાનની જીત સાથે વર્લ્ડ કપમાં શરૂઆત, બાબર આઝમનો અનોખો રેકોર્ડ

ADVERTISEMENT

Pakistan Win the Match
Pakistan Win the Match
social share
google news

હૈદરાબાદ : પાકિસ્તાન માટે અડધી સદી ફટકારનારા સાઉદ શકીલને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી છે. બંન્ને ટીમોએ આગામી મેચની વાત કરીએ તો આ મેદાન પર નેધરલેન્ડની ટીમ 9 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ઉતરશે. બીજી તરફ પાકિસ્તાનને શ્રીલંકા વિરુદ્ધ તેના બીજા દિવસે અહીં જ મેચ રમવાની છે.

બંન્ને ટીમો ઓલઆઉટ થઇ 50 ઓવર ન રમી શકી

પાકિસ્તાનમાં વન-ડે વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત શાનદાર અંદાજમાં કરી હતી. તેણે શુક્રવારે ટૂર્નામેન્ટના બીજા દિવસે નેધરલેન્ડને 81 રનથી પરાજિત કર્યું હતું. હૈદરાબાદના રાજીવગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મળેલી આ જીતથી બાબર આઝમની ટીમે એક મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી લીધી. તેણે ભારતીય જમીન પર વર્લ્ડકપમાં કોઇ મેચમાં પહેલીવાર જીત પ્રાપ્ત કરી છે. બાબર આઝમ ભારતમાં એવું કરનારો પ્રથમ પાકિસ્તાની કેપ્ટન બની ચુક્યો છે.

પાકિસ્તાનનો નેધલેન્ડ સામે સતત નવમો વિજય

પાકિસ્તાની ટીમ વર્લ્ડ કપમાં આ પહેલા ભારતીય જમીન પર બે વખત રમી હતી. 2011 માં મોહાલીમાં સેમીફાઇનલમાં તેને ભારત વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં સચિન તેંડુલકરે શાનદાર 85 રન બનાવ્યા હતા. બીજી તરણ તેણે પહેલા 1996 માં બેંગ્લુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વેંકટેશ પ્રસાદની તોફાની બોલિંગના પરિણામે ભારતીય ટીમે પરાજય આપ્યો હતો.

ADVERTISEMENT

મેચમાં બંન્ને ટીમની 10-10 વિકેટ પડી

નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્ઝે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો. પાકિસ્તાની ટીમ 49 ઓવરમાં ઓલઆઉટ થઇ ગઇ હતી અને 286 રન બનાવ્યા હતા. જવાબમાં નેધરલેન્ડની ટીમ 41 ઓવરમાં 205 રન પર જ ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાન માટે અડધીસદી ફટકારનારા સાઉદ શકીલને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરાયો હતો. બંન્ને ટીમો આગામી મેચની વાત કરીએ તો આ મેદાન પર નેધરલેન્ડની ટીમ 9 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઉતરશે. બીજી તરફ પાકિસ્તાનને શ્રીલંકા વિરુદ્ધ અહીં જ રમવાનું છે.

    follow whatsapp

    ADVERTISEMENT