Orry અને Munawar Faruqui વધારશે IPLનો રોમાંચ, Jio Cinema ની લિસ્ટમાં કયા-કયા નામ?
IPL 2024 Live Streaming: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) આજથી 22 માર્ચથી શરૂ થઈ રહી છે, જેના કારણે ફેન્સમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
IPL 2024 આજથી 22 માર્ચથી શરૂ
ફેન્સમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ
Jio Cinema સ્ટ્રીમિંગ માટે ખાસ તૈયારી
IPL 2024 Live Streaming: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) આજથી 22 માર્ચથી શરૂ થઈ રહી છે, જેના કારણે ફેન્સમાં ખૂબ જ એક્સાઈટમેન્ટ જોવા મળી રહી છે. IPLનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા (Jio Cinema) પર થશે. આ માટે મેકર્સે ઘણી તૈયારીઓ કરી છે. રસપ્રદ વાત એ છે કે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર દર્શકોને ફુલ રોમાંચ અને મજેદાર એક્સપીરિયન્સ માટે કેટલીક ખાસ તૈયારીઓ પણ કરી છે.
Jio Cinema સ્ટ્રીમિંગ માટે ખાસ તૈયારી
તમને જણાવી દઈએ કે IPL 2024ની પ્રથમ મેચ RCB અને CSK વચ્ચે થશે. મેચની કોમેન્ટ્રી બે દિગ્ગજ સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ દ્વારા કરાશે. બંને ક્રિકેટર માઈક પર મેચની કોમેન્ટ્રી કરતા જોવા મળશે. સાથે જ ક્રિકેટ સાથે જોડાયેલા ઘણા રોમાંચક કિસ્સા પણ પોતાના અંદાજમાં સંભળાવીને દર્શકોનું મનોરંજન કરશે. જોકે, આ વખતે Jio સિનેમા સ્ટ્રીમિંગ માટે કેટલીક ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 'શમી મારા મર્ડરનો પ્લાન...' હસીન જહાંએ સ્ટાર બોલરનું ટેન્શન વધાર્યું, પોલીસ પર પણ કર્યા આરોપ
ફિલ્મ સ્ટાર્સ લગાવશે રોમાંચનો તડકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Jio Cinema પર મેચના સ્ટ્રીમિંગ માટે ફિલ્મી સ્ટાર્સને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. આ યાદીમાં ભોજપુરી કલાકારોથી લઈને રેપર્સ સુધાનાનો સમાવેશ થાય છે. જો રિપોર્ટ્સનું માનીએ તો સોશિયલ મીડિયા સ્ટાર ઓરી, રેપર બાદશાહ, મુનાવર ફારૂકી અને રવિ કિશનના નામ સામેલ છે. ચાલો જાણીએ ક્યા સ્ટાર પર શું જવાબદારી હશે?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ IPL 2024: કોઈ દબાણ કે પોતાની મરજીથી M.S Dhoni એ છોડી કેપ્ટનશીપ? સામે આવ્યું કારણ
રવિ કિશન
ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિશન પોતાની ખાસ ભોજપુરી સ્ટાઈલમાં IPL મેચની કોમેન્ટ્રી કરતા જોવા મળશે.
બાદશાહ
પ્રખ્યાત રેપર અને સિંગર બાદશાહ તેમની રેપર સ્ટાઈલમાં IPL પર કોમેન્ટ્રી કરશે. બાદશાહ હરિયાણવી અંદાજમાં કોમેન્ટ્રી કરીને દર્શકોનું મનોરંજન કરશે.
ADVERTISEMENT
ઓરી
સોશિયલ મીડિયા સ્ટાર ઓરી પણ IPL 2024માં દર્શકોનું મનોરંજન કરતો જોવા મળશે. મેચ દરમિયાન ઓરી દરેક પબ્લિક ઈવેન્ટમાં જઈને પોતાની યુનિક સ્ટાઈલમાં મેચની કોમેન્ટ્રી કરશે.
ADVERTISEMENT
મુનાવર ફારૂકી
બિગ બોસ 17ના વિજેતા અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારુકી તેના કોમિક ટાઈમિંગથી દર્શકોનું મનોરંજન કરશે. તેમને ગુજરાતી કોમેન્ટ્રી માટે ખાસ બોલાવવામાં આવ્યા છે.
ઘણી ભાષાઓમાં સ્ટ્રીમ કરવાનો નિર્ણય
નોંધનીય છે કે, આ વખતે Jio સિનેમાએ IPL 2024ના લાઇવ સ્ટ્રીમિંગ માટે ખાસ તૈયારીઓ કરી છે. મેકર્સે દર્શકોની સુવિધા માટે મેચ કોમેન્ટ્રીને ઘણી ભાષાઓમાં સ્ટ્રીમ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે દર્શકો તેમની ભાષા અનુસાર મેચની કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.
ADVERTISEMENT