રેન્જ રોવર કે BMW નહીં ઓલિમ્પિક ચેમ્પિયન અરશદ નદીમને ગિફ્ટમાં મળી અલ્ટો, ફેન્સ થયા લાલઘુમ
Arshad Nadeem Alto Car Gift: સરહદ ઉપરાંત ભારત-પાકિસ્તાનની સૌથી મોટી ટક્કર ક્રિકેટના મેદાન પર પણ થાય છે, પરંતુ આ વખતે તો મહાકુંભ ઓલિમ્પિકમાં પણ બંને દેશો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. નીરજ ચોપરા અને અરશદ નદીમે ભાલા ફેંક (જૈવલિન થ્રો)માં એકબીજાને જોરદાર ટક્કર આપી હતી.
ADVERTISEMENT
Arshad Nadeem Alto Car Gift: સરહદ ઉપરાંત ભારત-પાકિસ્તાનની સૌથી મોટી ટક્કર ક્રિકેટના મેદાન પર પણ થાય છે, પરંતુ આ વખતે તો મહાકુંભ ઓલિમ્પિકમાં પણ બંને દેશો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી. નીરજ ચોપરા અને અરશદ નદીમે ભાલા ફેંક (જૈવલિન થ્રો)માં એકબીજાને જોરદાર ટક્કર આપી હતી. જેમાં પાકિસ્તાની અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો, અને ભારતના નીરજ ચોપરાએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
દુનિયામાં નદીમના નામનો વાગ્યો ડંકો
નીરજ ચોપરાને હરાવીને ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ મામૂલી વાત નથી. અરશદ નદીમે ગયા અઠવાડિયે પેરિસમાં રેકોર્ડ તોડીને 92.97 મીટર દૂર ભાલો ફેંકીને એથ્લેટિક્સમાં પાકિસ્તાન માટે પહેલો ઓલિમ્પિક મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જે બાદ અરશદ નદીમના નામનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેને અરશદ નદીમને કાર ગિફ્ટ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ સોશિયલ મીડિયા પર તેમની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે. શું છે આખો મામલો, ચાલો જાણીએ...
બિઝનેસમેને કાર આપવાની કરી જાહેરાત
વાસ્તવમાં, પાકિસ્તાની-અમેરિકન બિઝનેસમેને અરશદ નદીમને સુઝુકી અલ્ટો ગિફ્ટ કરવાની જાહેરાત કરી છે. પાકિસ્તાનના એક ઈન્ટરનેટ યુઝર સૈયદ ઝફર અબ્બાસ જાફરીએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો અને લખ્યું કે બિઝનેસમેન અલી શેખાની નદીમ અરશદ નદીમને 'બ્રાન્ડ ન્યૂ અલ્ટો કાર' ગિફ્ટ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અરશદ નદીમને આવી મામૂલી ગિફ્ટ કરવા બદલ ફેન્સે બિઝનેસમેનની જોરદાર મજાક ઉડાવી. તમને જાણીને નવાઈ લાગશે કે સુઝુકી અલ્ટોની કિંમત પાકિસ્તાની રૂપિયાના હિસાબથી 23.31 લાખ રૂપિયા છે, જ્યારે ભારતીય રૂપિયામાં આ કારની કિંમત 7 લાખ રૂપિયાથી થોડી વધુ છે.
ADVERTISEMENT
ફેન્સના આવ્યા રિએક્શન
કરાચીના રહેવાસી તૈમૂરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું, અલી શેખાની, આવી ગિફ્ટ આપવા કરતા અરશદ નદીમના ડાયટ, ટ્રેનિંગ અથવા સપોર્ટ સ્ટાફને સ્પોન્સર કરી દીધું હોત તો વધારે સારું હોત, જે અરશદ નદીમને ભાલામાં વર્લ્ડ રેકોર્ડ તોડવામાં મદદ કરી શકે?
એક અન્ય યુઝરે લખ્યું, 'શાબાશ અલી શેખાની....કૃપા કરીને અલ્ટોને કન્વર્ટિબલ બનાવો, હું 6 ફૂટ 1 ઈંચ લાંબો છું અને મારું માથું અલ્ટોની છતની સાથે ટકારાય છે. આશા છે કે નદીમભાઈ ટોપલેસ કાર ચલાવવામાં સક્ષમ હશે'... આઈટી પ્રોફેશનલ રાહુલ જૈને કહ્યું, 'આ અપમાન છે... તેઓ BMW અથવા Audiને લાયક છે.'
ADVERTISEMENT
ગરીબ પરિવારમાંથી આવે છે અરશદ નદીમ
2 બાળકોના પિતા 27 વર્ષીય અરશદ નદીમ પાકિસ્તાનના પંજાબના ખાનેવાલના એક ગરીબ પરિવારમાંથી આવે છે. નદીમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, "આ ગોલ્ડ મેડલ મારા તરફથી સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ)ના અવસર પર સમગ્ર દેશને ભેટ છે.''
ADVERTISEMENT
ADVERTISEMENT