યોગી નહી પરંતુ બિન ભાજપી CM છે દેશની પહેલી પસંદ, ગુજરાતી CM ખુબ જ પાછળ

ADVERTISEMENT

નવીન પટનાયક દેશના મનપસંદ CM
Bhupendra Patel
social share
google news

દેશના વિવિધ પક્ષોના મુખ્યમંત્રીઓ અંગે એક રસપ્રદ સર્વે કરવામાં આવ્યો હતો. જો કે દેશના વિવિધ મુખ્યમંત્રીઓ અંગે દેશના લોકોએ રસપ્રદ રીતે વોટ આપ્યા અને પરિણામ ખુબ જ ચોંકાવનારા હોય છે. આ રસપ્રદ સર્વેના પરિણામો પણ ખુબ જ રસપ્રદ રહ્યા હતા. આ સર્વેમાં નંબર 1 પર નવીન પટનાયક નંબર 1 પર રહ્યા હતા. જ્યારે હંમેશા ચર્ચામાં રહેતા યોગી આદિત્યનાથ અને હેમંતો બિસ્વા અનુક્રમે બીજા અને ત્રીજા નંબર પર રહ્યા હતા. ચોથા નંબરે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા હતા. 

નંબર 1 પર ફરી એકવાર નવીન પટનાયક

રાજ્યોના મુખ્યમંત્રીઓને તેમના કામના આધારે સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીની લોકપ્રિયતા અને સ્વિકાર્યતાને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. જેના પરિણામો સામે આવતા સૌને ચોંકાવીને નવીન પટનાયકે વધારે એક સર્વેમાં બાજી મારી હતી. નવીન પટ્ટનાયક 52.7 ટકા સાથે ટોચે રહ્યા હતા. તેમની જમીન પર રહીને કરેલી કામગીરીના લોકોએ ખુબ જ વખાણ કર્યા હતા. 

સર્વેમાં ટોપ 5 મુખ્યમંત્રી

1. નવીન પટ્ટનાયક, ઓરિસ્સા (52.7)
2. યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશ (51.3)
3. હેમંતો બિસ્વા, આસામ (48.6)
4. ભુપેન્દ્ર પટેલ, ગુજરાત (42.6)
5. ડૉ. માણિક સાહા, ત્રિપુરા (41.4)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT