T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મુકાબલા માટે સ્ટેડિયમ થયું ફાઇનલ! મેચને લઈને મોટી અપડેટ
T20 World Cup 2024 : આવતા વર્ષે ICC T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન આમને-સામને જોવા મળશે. અમેરિકા અને…
ADVERTISEMENT
T20 World Cup 2024 : આવતા વર્ષે ICC T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને આ દરમિયાન ભારત અને પાકિસ્તાન આમને-સામને જોવા મળશે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે 20 ટીમો ક્વોલિફાઈ થઈ છે. આ ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. જો કે ટુર્નામેન્ટના સ્થળની હજુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ અમેરિકામાં યોજાશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ આ સ્ટેડિયમમાં રમાશે
ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ન્યૂયોર્કના પોપ-અપ સ્ટેડિયમમાં યોજાશે. આ સ્ટેડિયમમાં 34 હજાર દર્શકોની બેઠક ક્ષમતા હશે. રિપોર્ટ અનુસાર, આ કાર્યક્રમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને સ્થાનિક આયોજક સમિતિ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવશે. અમેરિકામાં યોજાનારી ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન સહિત કુલ 10 ટીમો તેમની પ્રારંભિક ગ્રુપ સ્ટેજ મેચ રમશે.
આ ગ્રાઉન્ડ પર યોજાઈ શકે છે T20 વર્લ્ડ કપની ફાઇનલ
અહેવાલનું એવું પણ કહેવું છે કે, આ ટાઈમટેબલમાં કેટલાક ફેરફારો હજુ પણ શક્ય છે. જો કે, એ નિશ્ચિત માનવામાં આવે છે કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા તેમની તમામ ગ્રુપ મેચો કેરેબિયનમાં રમાશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઈંગ્લેન્ડ તેની ગ્રુપ સ્ટેજની મેચો રમશે અને જો ટીમ સુપર-8 માટે ક્વોલિફાય કરવામાં સફળ થશે તો સુપર 8 રાઉન્ડની તમામ મેચો એન્ટિગુઆ, બાર્બાડોસ અને સેન્ટ લુસિયામાં રમાશે. આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ક્યાં રમાશે તે હજુ નક્કી નથી પરંતુ એવું માનવામાં આવે છે કે ટૂર્નામેન્ટની ફાઇનલ બાર્બાડોસમાં રમાશે, જ્યાં અગાઉ 2007માં વનડે વર્લ્ડ કપ અને 2010માં ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ રમાઇ હતી. ન્યૂયોર્ક અને નવી દિલ્હી વચ્ચે સાડા દસ કલાકનો સમય તફાવત છે અને આયોજકોએ ભારતીય પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ભારતની મેચોના સમયમાં ફેરફાર કરવા સંમતિ દર્શાવી છે. ઈંગ્લેન્ડ હાલમાં T20 વર્લ્ડ કપનું વર્તમાન ચેમ્પિયન છે અને તેણે 2022માં યોજાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT