Sandeep Lamichhane : IPL રમી ચુકેલો દિગ્ગજ ખેલાડી દુષ્કર્મના કેસમાં જેલ ભેગો, કોર્ટે ફટકારી 8 વર્ષની સજા
Kathmandu court convicts Sandeep Lamichhane : નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીર પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આજે 8 વર્ષની જેલની સજા ફટકારી છે.…
ADVERTISEMENT
Kathmandu court convicts Sandeep Lamichhane : નેપાળ ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેને સગીર પર દુષ્કર્મના કેસમાં કોર્ટે આજે 8 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલે કાઠમંડુની એક અદાલતે આ નિર્ણય આપ્યો હતો. આ રેપ કેસમાં સંદીપને 10 દિવસ પહેલા જ દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હવે સજા સંભળાવવામાં આવી છે. 23 વર્ષીય સંદીપ નેપાળ ક્રિકેટનો મોટો ચહેરો છે અને IPL રમી ચુકેલો છે.
દુષ્કર્મનો દોષીત ઠેરવવામાં આવ્યો હતો
નેપાળની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને આઇપીએલની બે સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમાઇ ચુકેલી સંદીપ લામિછાનેને બળાત્કારનો દોષીત ઠેરવવામાં આવ્યો હતો. કાઠમંડુ જિલ્લા કોર્ટે શુક્રવારે સંદીપ લામિછાને અંગે પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. જજ શિશિર રાજ ઢકાલની સિંગલ બેંચે રવિવારે શરૂ થયેલી અંતિમ સુનાવણીના સમાપન બાદ આદેશ આપ્યો હતો. જો કે કોર્ટે નિષ્કર્ષ કાઢ્યો કે બળાત્કાર સમયે યુવતી કિશોર નહોતી પરંતુ પુખ્ત હતી.
લામિછાને સુંધરા ખાતે કેન્દ્રીય જેલમાં રહેશે બંધ
કાઠમાંડુ જિલ્લા કોર્ટે 4 નવેમ્બર 2 નવેમ્બર, 2022 ના રોજ કસ્ટડી બાદ લામિછાને સુંધરા ખાતે કેન્દ્રીય જેલ મોકલવાનો આદેશ આપ્યો છે. લામિછાનેએ આદેશને પડકારતા હાઇકોર્ટનું વલણ કર્યું છે. યુવતીએ 6 સપ્ટેમ્બર મેટ્રોપોલિટન પોલીસ સર્કલ, ગૌશાળામાં 22 વર્ષીય ક્રિકેટરની વિરુદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. તે સમયે દાવો કરવામાં આવ્યો કે, તે યુવતી કિશોર છે, જો કે કોર્ટમાં તે સાબિત થઇ શક્યું નહોતું.
ADVERTISEMENT
વિદેશમાં હતો ત્યારે લામીછાને પર થયો હતો કેસ
જે સમયે સંદીપ લામિછાને વિરુદ્ધ કેસ દાખલ થયો હતો, તે સમયે તે કેરેબિયન પ્રીમિયર લીગ એટલે કે સીપીએલમાં રમવા માટે ત્રિનિદાદમાં અને ટોબૈગોમાં હતા. નેપાળ પોલીસે તેને 6 ઓક્ટોબરે ત્રિભુવન એરપોર્ટથી ધરપકડ કરી હતી. આરોપ પત્રના માધ્યમથી જિલ્લા એટોર્નીએ પીડિતાની કથિત શારીરિક અને માનસિક યાતના માટે લામિછાને પાસે વળતરની માંગ કરી હતી. આરોપ પત્ર દાખલ થયા બાદ લામિછાનેનું બેંક ખાતુ અને સંપત્તી ફ્રીઝ કરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT