Paris Olympics 2024: ભારતને મળ્યો પાંચમો મેડલ, ભાલા ફેંકમાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર

ADVERTISEMENT

Neeraj Chopra Silver Medal
નીરજ ચોપરા (સિલ્વર મેડલ)
social share
google news

Neeraj Chopra Paris Olympics 2024: ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર કમાલ કરી દીધો છે. તેણે ભારતને પાંચમું મેડલ અપાવ્યું છે. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો છે.

89.45 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો

નીરજ ચોપરાએ 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનો આ પાંચમો મેડલ છે. ગોલ્ડ મેડલ પાકિસ્તાનના અરશદ નદીમે જીત્યો હતો, જેણે 92.97 મીટર ભાલા ફેંકીને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. 

ફાઇનલમાં નીરજ ચોપરાનું પ્રદર્શન

  1. પ્રથમ પ્રયાસ- ફાઉલ

  2. બીજો પ્રયાસ- 89.45 મીટર
  3. ત્રીજો પ્રયાસ - ફાઉલ
  4. ચોથો પ્રયાસ - ફાઉલ
  5. પાંચમો પ્રયાસ - ફાઉલ
  6. છઠ્ઠો પ્રયાસ - ફાઉલ

નીરજ ચોપરાએ પહેલા જ થ્રોમાં કર્યું ક્વોલિફાય

ગ્રુપ B ક્વોલિફિકેશનમાં સૌથી પહેલા થ્રો કરનાર નીરજ ચોરપાએ 89.34 મીટરનું પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 8 ઓગસ્ટે રમાનારી ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં પણ પોતાના પહેલા ડ પ્રયાસમાં ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું હતું. નીરજ ચોપરાએ ગ્રુપ એ અને બી બંનેનેમાં ટોચ પર રહીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. 

ADVERTISEMENT

ભાલા ફેંકમાં વર્લ્ડ રેકોર્ડ કેટલો છે?

ભાલા ફેંકનો વર્લ્ડ રેકોર્ડ ચેક રિપબ્લિકના એક ખેલાડીના નામે છે. ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અને ઓલિમ્પિક ચેમ્પિયન, ચેક રિપબ્લિકના અનુભવી એથ્લેટ જાન ઝેલેઝનીએ 1996માં જર્મનીમાં એથ્લેટિક્સ સ્પર્ધા દરમિયાન 98.48 મીટરના થ્રો સાથે પુરુષોના ભાલા ફેંકનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. જે આજ સુધી કોઈ તોડી શક્યું નથી.

ભાલા ફેંકમાં ઓલિમ્પિક રેકોર્ડ કેટલો છે?

જ્યારે ભાલા ફેંકમાં ઓલિમ્પિક રેકોર્ડની વાત કરીએ તો આ રેકોર્ડ એન્ડ્રીસ થોર્કિલ્ડસનના નામે છે. એન્ડ્રિયસે 23 ઓગસ્ટ, 2008ના રોજ બેઇજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટર ભાલો ફેંકીને આ રેકોર્ડ બનાવ્યો હતો.

ADVERTISEMENT

નીરજ ચોપરાના તમામ મેડલ પર એક નજર

  • પેરિસ ઓલિમ્પિક્સ 2024- સિલ્વર મેડલ
  • ટોક્યો ઓલિમ્પિક્સ 2021- ગોલ્ડ મેડલ
  • એશિયન ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • કોમનવેલ્થ ગેમ્સ 2018- ગોલ્ડ મેડલ
  • એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ્સ 2017- ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ U-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2016- ગોલ્ડ મેડલ
  • સાઉથ એશિયન ગેમ્સ 2016- ગોલ્ડ મેડલ
  • એશિયન જુનિયર ચેમ્પિયનશિપ 2016- સિલ્વર મેડલ

    follow whatsapp

    ADVERTISEMENT