IND Vs NED: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરફાર, ત્રણ સ્ટાર ખેલાડીઓ થશે બહાર! કોને મળશે તક?

ADVERTISEMENT

gujarattak
social share
google news

IND vs NED ODI World Cup 2023: ભારત ICC વર્લ્ડ કપ 2023ની આગામી મેચ નેધરલેન્ડ સામે રમવા જઈ રહ્યું છે. આ મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી ક્રિકેટ સ્ટેડિયમમાં 12મી નવેમ્બરે રમાશે. ભારતે પોઈન્ટ ટેબલમાં ટોચ પર પોતાનું સ્થાન પહેલેથી જ પાક્કુ કરી દીધું છે. આવી સ્થિતિમાં નેધરલેન્ડ સામેની મેચમાં જીત કે હારથી ભારતના પોઈન્ટ ટેબલ પર કોઈ અસર નહીં પડે. પરંતુ આ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. આ મેચમાંથી ત્રણ સ્ટાર ખેલાડીઓને બહાર કરવામાં આવી શકે છે.

પ્લેઈંગ ઈલેવનમાં શા માટે કરાશે ફેરફાર?

ભારત માટે આગામી મેચ માત્ર ઔપચારિકતા છે. આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા પોતાના કેટલાક સ્ટાર ખેલાડીઓને આરામ આપી શકે છે અને ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપી શકે છે. નેધરલેન્ડ બાદ ભારત સીધું સેમીફાઈનલ રમવા જઈ રહ્યું છે. સેમીફાઈનલ મેચમાં તમામ ખેલાડીઓનું ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે, પરંતુ જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો રોહિત શર્માએ તેમનું બેકઅપ લઈને ચાલવું પડશે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિત શર્મા આગામી મેચમાં ભારતીય ટીમમાં ફેરફાર કરશે અને નવા ખેલાડીઓને તક આપશે.

ટીમમાં થશે આ 3 ફેરફાર

એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કેપ્ટન રોહિત શર્મા પ્લેઇંગ ઈલેવનમાં 3 મોટા ફેરફાર કરી શકે છે. સૌથી પહેલા શાનદાર ફોર્મમાં ચાલી રહેલા ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને તક આપવામાં આવી શકે છે. સ્પિનનો જાદુ અને બેટિંગમાં પણ કમાલ કરનાર રવીન્દ્ર જાડેજાની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને તક આપવામાં આવી શકે છે. ત્રીજા ફેરફાર વિશે વાત કરીએ તો વાઈસ કેપ્ટન કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનને તક આપવામાં આવી શકે છે. આ ત્રણેય ખેલાડીઓ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તેમને આરામ આપીને ઈજાથી બચાવવા એ તેમને બહાર કરવાનું એક કારણ હોઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT